For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે રિલાયન્સ ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સના ધંધામાં ઝંપલાવશે

05:48 PM Apr 27, 2024 IST | Bhumika
હવે રિલાયન્સ ઇલેક્ટ્રોનિક્સ  હોમ એપ્લાયન્સના ધંધામાં ઝંપલાવશે

ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી... રિલાયન્સનું 1985000 કરોડ રૂૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે.
ગયા વર્ષે જ રિલાયન્સ ક્ધઝ્યુમરે મેડ ફોર ઈન્ડિયા ક્ધઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ ઈન્ડીપેન્ડન્સ લોન્ચ કરી હતી.

Advertisement

આ બ્રાન્ડ હેઠળ રિલાયન્સે બજારમાં લોટ, ચોખા, દાળ જેવા સસ્તા ખાદ્ય ઉત્પાદનો લોન્ચ કર્યા. હવે કંપની સસ્તા એસી, ફ્રીજ, ટીવી જેવા ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને ખતમ કરવાની યોજના ધરાવે છે.એસી, ફ્રિજ, ટીવી જેવા સેગમેન્ટમાં, એલજી, Samsung, Whirlpool, Haier, Daikin જેવી બ્રાન્ડ્સે બજાર કબજે કર્યું છે. મુકેશ અંબાણી આ દબદબાને ખતમ કરવા માંગે છે.

ભારતમાં હોમ એપ્લાયન્સિસ અને નાના ઉપકરણોનું માર્કેટ 1.1 લાખ કરોડ રૂૂપિયાનું છે, જેમાં વિદેશી કંપનીઓ LG, Samsung, Whirlpool, Haier વગેરેનો 60% હિસ્સો છે. જ્યારે એસી માર્કેટમાં ટાટાની વોલ્ટાસનો દબદબો છે.તાજેતરમાં જ રિલાયન્સ રિટેલે ઠુુિ બ્રાંડથી એર કૂલર લોન્ચ કર્યું. હવે કંપની હોમ એપ્લાયન્સ સેક્ટરમાં દબદબો વધારવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ડિક્સન ટેક્નોલોજી અને મિર્ક ઇલેક્ટ્રોનિક્સ સાથે વાતચીત કરી રહી છે.

Advertisement

રિલાયન્સ પાસે વિશાળ રિટેલ નેટવર્ક છે. એવું માનવામાં આવે છે કે કંપની ડિજિટલ સ્ટોર્સ તેમજ સ્વતંત્ર ડીલર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ઈ-કોમર્સ સાઇટ્સ જેવી પ્રાદેશિક રિટેલ ચેન દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. રિલાયન્સ પાસે Jio Mart, Reliance Store જેવા ઘણા વિકલ્પો છે. એવું માનવામાં આવે છે કે રિલાયન્સ Wyzr ની પ્રોડક્ટ્સ LG, Samsung અને Whirlpoolજેવી બ્રાન્ડ્સ કરતાં ઘણી સસ્તી હશે.

રિલાયન્સ સસ્તા અને સસ્તું ભાવે તેના ઉત્પાદનો લોન્ચ કરીને તે ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં નિષ્ણાત છે. પછી તે ઉંશજ્ઞનું લોન્ચિંગ હોય કે ઉંશજ્ઞ સિનેમા. સસ્તી અને ફ્રી ઑફર્સના આધારે તેઓએ ટેલિકોમ અને ઈન્ટરનેટ માર્કેટ પર કબજો જમાવ્યો. હવે વારો છે હોમ એપ્લાયન્સ અને હોમ ઈલેક્ટ્રોનિક માર્કેટનો. આ સમાચાર આવતાની સાથે જ મોટી કંપનીઓના પગ ધ્રુજવા લાગ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement