સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

હવે કારમાંથી બેઝબોલના ધોકા, હોકી, સ્ટિક, લાકડી મળશે તો પોલીસ ગુનો દાખલ નહીં કરે

12:07 PM Jun 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ પોલીસ અધિકારીઓનો ઊધડો લીધો

રાજકોટ સહિત રાજ્યભરમાં અવાર નવાર કોમ્બીંગ વખતે કારની તલાશી દરમિયાન તેમાંથી ધોકા, હોકી, કે લાકડી મળી આવે તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી આ અરજી બાદ હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં સુધારો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારમાંથી લાકડી, હોકી, બેઝબોલના ધોકા મળવાથી કોઈ ગુનેગાર નથી થઈ જતું તેવા હાઈકોર્ટના આકરા વલણથી હવે કારમાં બેઝબોલના ધોકા, હોકી,સ્ટીક કે લાકડી મળશે તો પોલીસ ગુના દાખલ નહીં કરે તેમ જાણવા મળેલ છે.

તાજેતરમાં જ પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન એક વ્યક્તિની ગાડીમાંથી બેઝબોલનો ધોકો મળી આવતા પોલીસે આ વ્યક્તિ સામે કલમ 135 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેની સામે આસામીએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી ન્યાયની માંગણી કરી હતી. બેઝબોલના ધોકા સાથે નિકલેલા વ્યક્તિએ પોતે ગુનેગાર નહીં હોવા છતાં પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

આ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ રાજ્યની સર્વોચ્ચ અદાલતે પોલીસ અધિકારીઓએ સમન્સ પાઠવ્યા હતાં અને તેઓની રજૂઆતો સાંભળ્યા બાદ કોઈપણ વેપારી કે સામાન્ય વ્યક્તિને કારમાંથી બેઝબોલના ધોકા-હોકી, લાકડી કે સ્ટીક મળી આવે તો તે ગુનેગાર નથી થઈ જતો તેવું હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું હતું.
આ મુદ્દે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓએ રિતસરનો ઉધડો લીધા બાદ પોલીસ અધિકારીએ નવુ જાહેરનામું બહાર પાડવાની ખાતરી આપી હતી. અને નવા જાહેરનામામાં હવેથી લાકડી, બેઝબોલના ધોકા, હોકી કે સ્ટીક મળી આવશે તો તે અંગે કોઈ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તેવી ખાતરી કરી હતી.

Tags :
gujaratgujarat high courtgujarat newspolice
Advertisement
Next Article
Advertisement