For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વનગર આવાસ યોજના પાસેથી નામચીન શખ્સ તમંચા સાથે ઝડપાયો

04:57 PM Jun 14, 2024 IST | Bhumika
વિશ્વનગર આવાસ યોજના પાસેથી નામચીન શખ્સ તમંચા સાથે ઝડપાયો
Advertisement

અમૂક શખ્સો સાથે માથાકૂટ ચાલતી હોય મિત્ર પાસેથી 15 દિવસ પહેલા જ લીધી હોવાની કબુલાત

શહેરના મવડી મેઇન રોડ વિશ્વનગર આવાસ યોજનામાં રહેતો શખ્સ પોતાની સાથે પિસ્તોલ રાખી આંટાફેરા કરતો હોવાની બાતમીને આધારે માલવીયાનગર પોલીસના સ્ટાફે આરોપીને કોર્ડન કરી ઝડપી લઇ તેની પાસેથી દેશી તમંચો જપ્ત કર્યો હતો. આરોપીને અગાઉ જુની માથાકુટ ચાલતી હોય જેથી દુશ્મનને ડરાવવા માટે પિસ્તોલ સાથે રાખી હતી. આ મામલે માલવીયા પોલીસે પુછપરછમાં આરોપીના મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ માલવીયા પોલીસ મથકનાં પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી.એસ. ગજેરા, અજયભાઇ વિકમા અને મયુરદાન બાટી સહીતના સ્ટાફે બાતમીને આધારે મવડી પાસે વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર પાસેથી વિપુલ પ્રવિણભાઇ બગથરીયાને કોર્ડન કરી ઝડપી તેમની પાસેથી દેશી તમંચો કબજે કર્યો હતો. વિપુલની પુછપરછ કરતા તેમને રાજકોટમાં બેથી ત્રણ વ્યકિત સાથે માથાકુટ ચાલે છે. જેથી મિત્ર રામો ઉર્ફે બાડો સોલંકી પાસેથી 15 દિવસ પહેલા તમંચો લઇ આવ્યો હતો. હવે પોલીસે રામા સોલંકીની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement