For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નામચીન બૂટલેગરની 1044 બોટલ વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

04:23 PM Jun 28, 2024 IST | Bhumika
નામચીન બૂટલેગરની 1044 બોટલ વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
Advertisement

બે શખ્સોની ધરપકડ ; બૂટલેગર હર્ષદ મહાજન અને સપ્લાયરની શોધખોળ : રૂા.11.79 લાખનો મુદ્દામાલ કબજે ; પીએસઆઇ એ.એસ.ગરચર અને ટીમનો કુવાડવા પાસે દરોડો

રાજકોટ - અમદાવાદ હાઇવે પર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ.ગરચર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજનની 1044 બોટલ દારૂ ભરેલી સ્કોર્પીયો પકડી પાડી હતી. આ દરોડામાં બુટલેગર હર્ષદ મહાજન ફરાર થઇ ગયો હતો. જ્યારે બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ધ્રાંગધ્રામાં મજૂરીથી દારૂનો વેંચતા શખ્સે મોકલવ્યો હોવાનું ખૂલ્યુ હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂ સહિત રૂા.11.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટ - અમદાવાદ હાઇવે પર દારૂ ભરેલી સ્કોર્પીયો રાજકોટમાં ઘુસવાની હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ.ગરચર અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી પસાર થતા તેને અટકાવી હતી. ક્રાઇમ બ્રાંચે સ્કોર્પીયો અટકાવતા એક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો સાથે ધ્રાંગધ્રાના ઉતમારામ જગનારામ પુરોહીત તેમજ કોઠારીયા ચોકડી બ્રહ્માણી હોલ વાળી શેરી ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ચંદ્રશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉને પકડી પાડવવામાં આવ્યા હતા. સ્કોર્પીયોમાંથી 1044 બોટલ દારૂ મળી આવ્યો હતો. રૂા.2.44 લાખનો વિદેશી દારૂ તેમજ સ્કોર્પીયો સહિત રૂા.11.79 લાખનો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલા બંન્ને શખ્સોની પૂછપરછમાં ભાગી ગયેલો શખ્સ નામચીન બૂટલેગર હર્ષદ ઉર્ફે મહાજન મણેકલાલ માંડલીયા હોવાનું ખુલ્યું હતું અને આ દારૂનો જથ્થો ધ્રાંગધ્રાના સપ્લાયર રવિ જગદીશ ચૌહાણે ભરી દીધો હોય અને રાજકોટ લાવવામાં આવતો હતો. પોલીસ તપાસમાં જણાવા મળતિ માહિતી મુજબ આરોપી ચંદ્રશ ઉર્ફે કાળીયો તે હર્ષદ મહાજનનો સગીરીત છે અને તેની સામે દારૂના 13 ગુના નોંધાયેલા છે. જ્યારે ઉત્તમરામ તે ધ્રાંગધ્રાના સપ્લાયર રવિનો સગરીત હોય આ બંન્નેની રીમાન્ડ ઉપર વિશેષ પૂછપરછ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી બી.બી.બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઇ એ.એસ.ગરચર સાથે અનિલભાઇ સોનારા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, અશ્ર્વિનભાઇ પંપાણીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન ફરી સક્રિય

રાજકોટમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં અનેક વખત પોલીસ ચોપડે ચડેલા અને સૌરાષ્ટ્રમાં મોટુ નેટવર્ક ધરાવતાં નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા ઘણા વખતથી દારૂની હેરાફેરીમાં શાંત થયા બાદ ફરી સક્રિય થયો હોય જેની બાતમી ક્રાઈમબ્રાંચના પીએસઆઈ ગરચર અને તેની ટીમને મળતાં આ બુટલેગર ઉપર વોચ ગોઠવી હતી અને દારૂ ભરેલી સ્કોર્પિયો લઈને હર્ષદ મહાજન જાતે જ ધ્રાંગધ્રાથી રાજકોટ આવ્યો હોય અને આ દારૂનો જથ્થો કટીંગ કરીને નાના બુટલેગરો સુધી પહોંચાડે તે પૂર્વે જ તે દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો હતો. જો કે હર્ષદ મહાજન ભાગવામાં સફળ રહ્યો હતો. હર્ષદની ધરપકડ બાદ આ દારૂ રાજકોટમાં કોને કોને સપ્લાય કરવાનો હતો તેની વિગતો ખુલશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement