For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાના 11 બોન્ડેડ તબીબોને નોટિસ

03:53 PM Dec 29, 2023 IST | Bhumika
રાજકોટ જિલ્લાના 11 બોન્ડેડ તબીબોને નોટિસ

રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 11 જેટલા બોન્ડેડ તબીબો હાજર નહીં થતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને નોટીસો ફટકારવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા 11 જેટલા કોમ્યુનિટી હેલ્થ સસેન્ટરોમાં રેગ્યુલર તબીબોની સાથે બોન્ડેડ તબીબોની પણ નિમણુંક કરવામાં આવેલ છે. સરકારની સ્પષ્ટ સુચના છે કે, કોઈ બોન્ડેડ ડોક્ટર સાત દિવસથી વધુ ગેરહાજર હોય તો તેમને નોટીસ આપવી અને નોટીસ આપ્યા બાદ પણ હાજર ન થાય તો તેમને છુટા કરવાના રહેશે.
આ સંદર્ભે રાજકોટ જિલ્લામાં 11 બોન્ડેડ તબીબોને જિલ્લા આરોગ્ય અધિકારી મારફત નોટીસો આપવામાં આવી છે. હવે તેઓ હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement