For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વહુના અંગત પળોના ફોટા-વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરનાર પતિ-સાસુ-સસરાને માફી નહીં

05:17 PM May 15, 2024 IST | Bhumika
વહુના અંગત પળોના ફોટા વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરનાર પતિ સાસુ સસરાને માફી નહીં
Advertisement

વહુના અંગત પળોના ન્યૂડ ફોટા અને વીડિયો પોર્ન વેબસાઇટ અને વોટ્સએપ પર અપલોડ કરીને રૂૂપિયા કમાવવાનો અત્યંત જઘન્ય ગુનો કરનારા પતિ અને સાસુ-સસરા વિરૂૂદ્ધની પોલીસ ફરિયાદ કરવાનો આદેશ હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી.સુથારે આ ગુનો માત્ર એક મહિલા નહીં પરંતુ સમગ્ર સમાજ પર વિપરીત અસર પાડનારો ગુનો હોવાથી અને આવા મામલે પીડિતા સાથે સમાધાન થઇ ગયું હોય તો પણ ફરિયાદ કે અન્ય કાનૂની કાર્યવાહીને રદ કરી શકાય નહીં એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે, ગુનાની ગંભીરતા અને કેસના તથ્યોને જોતાં આ ગુનો સમાજ અને રાજ્યની વિરૂૂદ્ધ છે અને તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે. તેથી અરજદાર આરોપીઓને કોઇ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં.

Advertisement

સામાજીક તાણાવાણા અને લગ્ન જેવા પવિત્ર સંસ્કારનું કચ્ચરધાણ કાઢતાં અત્યંત ચોંકાવનારા કેસમાં હાઇકોર્ટે મર્મસ્પર્શી અવલોકન કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં કાયદાના દુરુપયોગની શ્રેણીમાં આવતો નથી. ઊલટાનું જો અરજી ગ્રાહ્ય રાખીને સમાધાન થઇ ગયું હોવાના આધારે ફરિયાદ રદ કરવાનો આદેશ કરવામાં આવે તો એ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ સમાન થશે. કોર્ટ જ્યારે ઈઙિઈની ધારા 482નો ઉપયોગ કરી નિર્ણય કરતી હોય છે, ત્યારે સમાધાનનું ટાઇમિંગ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે કેસોમાં ગુનો બન્યાના તરત બાદ સમાધાન થઇ ગયું હોય અને ગુનાની તપાસ ચાલી રહી હોય તેવા સંજોગોમાં કોર્ટ સામાન્ય રીતે ઉદાર વલણ દાખવતા ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો હુકમ કરતી હોય છે. પંરતુ પ્રસ્તુત કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને ચાર્જશિટ ફાઇલ થઇને સેશન્સ કેસનો નંબર પણ પડી ગયો છે. ત્યારે પીડિતા અને આરોપીઓ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાના આધારે પ્રસ્તુત અરજી એન્ટરટેઇન કરી શકાય નહીં. ખાસ કરીને જ્યારે ચાર્જશિટ ફાઇલ થઇ ગઇ હોય. આ દ્રષ્ટિએ અરજી મેરિટ વિનાની જણાય છે અને તે રદ થવાને પાત્ર છે. જોકે ટ્રાયલ કોર્ટને આદેશ કરવામાં આવે છે કે અરજદારો અંડર ટ્રાયલ કેદીઓ હોઇ ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે. પ્રસ્તુત કેસના અવલોકનો કામચલાઉ પ્રકારના છે અને ટ્રાયલ કોર્ટે કેસના ગુણદોષોના આધારે કેસનો નિર્ણય કરવાનો રહેશે. આ પ્રકારના આદેશ કરી હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

સમાજ માટે આંચકારૂૂપ કેસની હાઇકોર્ટે નોંધેલી હકીકત એવી છે કે પ્રસ્તુત કેસની પીડિતા(પત્ની)નો પતિ અને સાસુ-સસરા અનૈતિક જાતિય પ્રવૃત્તિઓમાં લિપ્ત હતા. સાસુએ સસરાની મદદથી પીડિતા જ્યારે તેના પતિ સાથે અંગત ક્ષણો માણી રહી હતી, એ વખતના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. જેમાં વિવાદાસ્પદ અને વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ સામેલ છે. આ આપત્તિજનક ફોટો અને વીડિયો વોટ્સએપના ગ્રુપ ઉપરાંત અમુક પોર્ન વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવ્યા હતા. આ ગુનાખોરીમાં પતિની પણ સામેલગીરી હતી અને તે ગુનાને અંજામ આપવા ઉપરાંત મદદગીરી પણ કરતો હતો. એટલું જ નહીં બેડરૂૂમમાં છુપી રીતે ઈઈઝટ કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ કેમેરામાં પીડિતાની અંગત પળો કેદ કરી લેવામાં આવતી હતી અને સાસુ-સસરા ઉપરાંત પતિ પણ આ પળો માણતા હતો અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરતાં હતાં.

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓના ગુનાના પુરાવા પણ તપાસમાં મળી આવ્યા છે. જેમાં આરોપીઓએ વોટ્સએપ ગ્રુપમાં પીડિતાના જે નગ્ન ફોટો-વીડિયો અપલોડ કર્યા હતા એ પણ પુરાવા મળ્યા છે. જેથી આવા ગંભીર ગુનામાં કોઇ પણ પ્રકારની રાહત સમાધાન થઇ ગયું હોવાના આધારે પણ આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે આ મામલે રાજકોટ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે.

હાઇકોર્ટે આદેશમાં કેસની એવી ચોંકાવનારી બાબતની નોંધ પણ લીધી હતી કે પીડિતા જ્યારે હોસ્પિટલમાં હતી અને તેના ટ્વિન્સને ફિડિંગ કરાવતી હતી ત્યારે સસરો તેની સાથે અડપલાં કરતો હતો અને તેના ગુપ્તાંગ સાથે ચેડાં પણ કરતો હતો. આ આક્ષેપો અત્યંત ગંભીર અને ચોંકાવનારા છે.હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આરોપીઓએ પીડિતાના બેડરૂૂમમાં ઈઈઝટ લગાવીને તેની અંગત ક્ષણોને રેકોર્ડ કરી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પીડિતાના નગ્ન ફોટા-વીડિયો પતિ અને સસરાએ વોટ્સએપ ગ્રૂપમાં અપલોડ કર્યા હતા.
આ રીતે મહિલાને નગ્ન અવસ્થામાં અન્યો સમક્ષ ફોટો-વીડિયો માધ્યમથી રજૂ કરી તેની પવિત્રતા સાથે ચેડાં કર્યા હતા. આરોપીઓએ એક બીજાના મેણાપીપણાંમાં રૂૂપિયા કમાવાની લાલચે સમાજ અને મહિલા સામેનો જઘન્ય અપરાધ કર્યો હોઇ તેમાં રાહત આપવી અશક્ય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement