For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન ઉમ્ર કી સીમા હો! 70 વર્ષના વૃદ્ધે 60 વર્ષની વૃદ્ધા સાથે સંસાર માંડયો

04:29 PM May 15, 2024 IST | Bhumika
ન ઉમ્ર કી સીમા હો  70 વર્ષના વૃદ્ધે 60 વર્ષની વૃદ્ધા સાથે સંસાર માંડયો
Advertisement

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના 70 વર્ષના વૃદ્ધે આ ઉંમરમાં બીજા લગ્ન કરતાં ચર્ચામાં આવ્યા છે. 70 વર્ષીય વૃદ્ધે 60 વર્ષીય વૃદ્ધા સાથે લગ્ન કરી નવો સંસાર માંડ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાનપુર તાલુકાના અમેઠી ગામે લગભગ 70 વર્ષીય સાયભાભાઈ ડામોરના પહેલા પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું હતું. જે બાદ સાયબાભાઈએ 60 વર્ષીય કંકુંબેન સાથે લગ્ન બીજા લગ્ન કર્યા છે.

Advertisement

એટલું જ નહિ સાયબાભાઈના લગ્નમાં આખું ગામ હોંશે હોંશે જોડાયું હતું અને ઉઉંના તાલે લોકોએ તેમને ખબે બેસાડી ખૂબ નાચ્યાં હતા. સાયભાભાઈ ડામોરે સામાજિક રીતે લગ્ન કરી જમણવાર રાખ્યું હતું.

સાયભાભાઈના પહેલા પત્નીના અવસાન બાદ દાદાએ તેમની એકની એક પુત્રીને પરણાવી દીધી અને તેને પણ સંતાનોના સંતાનો થઇ ગયા છે. જેના બાદમાં સાયભાભાઈ એકલવાયું જીવન જીવવા મજબૂર બન્યા હતા. ઘડપણમાં સેવા કરનાર કોઈ ન હોવાથી સાયભાભાઈએ ફરી એકવાર બીજા લગ્ન કરી સંસાર માંડવાનો નિર્ણય લીધો હતો અને આજે બીજા લગ્ન કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement