For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંશવાદ, ભ્રષ્ટાચારથી દૂર રહ્યાના કારણે જ નીતિશ બિહારમાં ટકી રહ્યા છે

01:20 PM Jan 30, 2024 IST | Bhumika
વંશવાદ  ભ્રષ્ટાચારથી દૂર રહ્યાના કારણે જ નીતિશ બિહારમાં ટકી રહ્યા છે

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરી પલટી મારીને ચર્ચામાં આવી ગયા છે. છેલ્લા એક દાયકામાં ચાર વાર પલટી મારનારા નીતિશ કુમાર ગુલાંટબાજીમાં બધાંના બાપ સાબિત થયા છે ને તેના કારણે તેમની ઈજ્જતનો જોરદાર કચરો થઈ ગયો છે. નીતિશ કુમારને પલટુરામ, ગુલાંટબાજ, ગદ્દાર વગેરે વિશેષણોથી નવાજાઈ રહ્યા છે. નીતિશ કુમારની રાજકીય કારકિર્દી પાંચ દાયકા જૂની છે. રાજકીય કારકિર્દીના પાંચ દાયકામાં નીતિશની પોતાની ઈમેજ એકંદરે સારી રહી છે પણ છેલ્લા એક દાયકામાં તેમની અંગત ઈમેજનું ભારે ધોવાણ થયું છે.એક સમયે બિહારમાં સારો વહીવટ આપીને સુશાસન બાબુની ઈમેજ ઊભી કરનારા નીતિશ સત્તાલાલસુ તરીકે બદનામ થઈ ગયા છે.. એક સમયે સિંધ્ધાંતવાદી ગણાતા નીતિશ ધીરે ધીરે સત્તાલાલચુ તરીકે સ્થાપિત થઈ ગયા છે. નીતિશની ઈમેજના ધોવાણ માટે ધીરે ધીરે ખસી રહેલો રાજકીય અને જનાધાર જવાબદાર છે. નીતિશ પોતાનો જનાધાર ખસી રહ્યો છે એ સમજે છે પણ હવે તેને પાછો મેળવવા માટે કોઈ શસ્ત્ર તેમની પાસે રહ્યાં નથી તેથી તડજોડ કરીને સત્તા ટકાવવાના રવાડે ચડી ગયા છે.બિહાર અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના પ્રાદેશિક નેતાઓની જેમ નીતિશ પણ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની સ્કૂલની પેદાશ છે. વિદ્યાર્થી નેતા તરીકે શરૂૂઆત કરનારા નીતિશ કુમારની રાજકીય કારકિર્દી 1974માં શરૂૂ થઈ હતી. ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે જયપ્રકાશ નારાયણે આંદોલન છેડ્યું ત્યારે નીતિશ કુમાર જે.પી.ના આંદોલન સાથે જોડાયા હતા. 1980માં ફરી વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ ફરી હાર્યા ત્યારે રાજકારણ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. શરદ યાદવ સહિતના મિત્રોએ સમજાવ્યા એટલે રાજકારણમાં રહ્યા ને 1985માં છેલ્લી વાર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. નીતિશના સદનસીબે 1985માં લોકદળની ટિકિટ પર લડેલી ચૂંટણી ફળી અને નીતિશ વિધાન સભ્ય બની ગયા. નીતિશે આ જીત પછી પાછું વળીને જોયું નથી.1991, 1996, 1998, 1999 અને 2004માં પણ લોકસભાની ચૂંટણી જીતનારા નીતિશે વચ્ચેનાં વરસોમાં રાજકીય વિચારધારાની રીતે પણ બદલાઈ ગયા. એક જમાનામાં સમાજવાદની વાતો કરનારા જ્યોર્જ ફર્નાન્ડિઝ સત્તા માટે ભાજપના રંગે રંગાઈ ગયા હતા. નીતિશે તેમને સાથ આપ્યો અને ભાજપની નજીક પહોંચી ગયા. ભાજપ એ વખતે બિહારમાં ચિત્રમાં નહોતો તેથી અટલ બિહારી વાજપેયીના ફર્નાન્ડિઝ સહિતના નેતાઓની જરૂૂર હતી. ફર્નાન્ડિઝ પાસે પણ નીતિશ કુમાર જ હતા તેથી નીતિશ વાજપેયી સરકારમાં પ્રધાન બની ગયા. નીતિશની રાજકીય કારકિર્દીમાં આ મોટો ટર્નિગ પોઈન્ટ હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement