For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીતિશે ટેકાની કિંમત માગી; બિહારને ખાસ રાજ્યનો દરજ્જો અથવા પેકેજ આપો

04:52 PM Jun 29, 2024 IST | admin
નીતિશે ટેકાની કિંમત માગી  બિહારને ખાસ રાજ્યનો દરજ્જો અથવા પેકેજ આપો

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પાર્ટીના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વડપણ હેઠળ દિલ્હીમાં ચાલી રહી છે. આ બેઠકમાં સંગઠન સંબંધિત એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યકારિણી નીતિશ કુમારના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરશે. જેડીયુએ નીતીશ કુમારના નેતૃત્વમાં 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે સંગઠનને લગતો ઠરાવ લીધો છે.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેડીયુએ એક રાજકીય ઠરાવ પણ પસાર કર્યો હતો જેમાં નીતીશ કુમારને લોકસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજકીય પ્રસ્તાવમાં નીતિશ કુમારની પાર્ટીએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની જૂની માંગને દોહરાવી છે. જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીએ બિહારમાં જાતિ સર્વેક્ષણ રિપોર્ટના આધારે અનામતનો વ્યાપ વધારવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને પટના હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવા છતાં તેને નવમી અનુસૂચિમાં સામેલ કરવાની કેન્દ્ર પાસે માંગ કરી છે.
જેડીયુના મહાસચિવ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા કેસી ત્યાગીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જતા પહેલા મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું, 2025ની બિહાર ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. ભાજપના મોટા નેતાઓએ પણ આ વાત કહી ચૂક્યા છે. અમે ભાજપના નાના નેતાઓની વાતો પર ધ્યાન આપતા નથી. પીએમ મોદી જે કહે છે તેમાં અમને વિશ્વાસ છે. પીએમએ કહ્યું હતું કે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. નેતૃત્વને લઈને બિહારમાં કોઈ મૂંઝવણ નથી.

Advertisement

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ હાલમાં જ ભાજપના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડવાનો એનડીએનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. બક્સરના પૂર્વ સાંસદે કહ્યું હતું કે ભાજપે પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવવું જોઈએ અને એનડીએ સરકાર બનાવવી જોઈએ. મુખ્યમંત્રીના સવાલ પર તેમણે કહ્યું હતું કે અમે પાર્ટીમાં આયાતી માલને સહન નહીં કરીએ. મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. જ્યારે જેડીયુ નેતા કેસી ત્યાગીએ આ નિવેદનને લઈને અશ્વિની ચૌબે પર વળતો પ્રહાર કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement