For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારાસભા, રાજયસભાની ગાડી ચૂકી ગયેલા નીતિનભાઇએ યાર્ડમાં કુદાવ્યુ!

04:13 PM Nov 25, 2023 IST | Bhumika
ધારાસભા  રાજયસભાની ગાડી ચૂકી ગયેલા નીતિનભાઇએ યાર્ડમાં કુદાવ્યુ

કડી માર્કેટ યાર્ડની ચુંટણીમાં બિનહરીફ ચૂંટાયા

Advertisement

પૂર્વ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા...પૂર્વ ડે.સીએમ એ કડી અઙખઈ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે.
ગુજરાતના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ચૂંટણીનું ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નીતિન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભર્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં નીતિન પટેલ ચૂંટણીમાં બિનફરીફ થયા છે.
5 ડિસેમ્બરેના રોજ કડી અઙખઈની ચૂંટણી યોજવાની છે. 24 નવેમ્બરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કડી અઙખઈની 15 બેઠક માટે કુલ 91 ફોર્મ ભરાયા છે.
આ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અઙખઈની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ખરીદ વેચાણ સરકારી મંડળીમાં એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓ બિનહરીફ થયા છે. કડી અઙખઈના 20 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે.
વેપારીઓની ચાર બેઠક માટે 15 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા સરકારી રાજકારણ ગરમાયું છે. જ્યારે ખેડૂતોની 10 બેઠક માટે 75 ફોર્મ ભરાયા છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement