For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રતનાલમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા

12:29 PM Dec 22, 2023 IST | Sejal barot
રતનાલમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા

અંજાર તાલુકાના રતનાલ ગામમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક આવેલી પોલીસે 9 શખ્સને પકડી પાડયા હતા.જ્યારે સંચાલક સહિત ત્રણ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂૂા. 1,09,370 જપ્ત કરવામાં આવ્યા હતા. રતનાલના તળાવ નજીક બાવળની ઝાડીમાં જુગાર ચાલી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ અહીં છાપો માર્યો હતો.
અહીં ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવતા ગાંધીધામના વિમલ પરષોત્તમ ખેંગાર (વાળંદ), મીઠીરોહરના ગફુર અલારખા સોઢા, રતનાલના કાનજી રવજી ડેમ છાંગા, ભીમજી ઉર્ફે ભીમા વાસણ ગોપાલ છાંગા (રહે. રતનાલ), અલી મામદ કુંભાર (રહે. બટિયા વિસ્તાર ભચાઉ), ધુરી ઉર્ફે ગિરીશ ધનુમલ મૂલચંદાણી (રહે. અપનાનગર ગાંધીધામ), ઓસ્માણ અલીમામદ બાવા (રહે. વરસામેડી), ખેમચંદ મૂલચંદ થાવરાણી (રહે. મંગલેશ્વર સોસાયટી, લીલાશાહ કુટિયા, મેઘપર બોરીચી) તથા ત્રિકમ ગોપાલ લખમણ વરચંદ (રહે. રતનાલ)ને પોલીસે પકડી પાડયા હતા. જ્યારે જુગાર રમાડી નાળ ઉઘરાવનાર મુખ્ય સૂત્રધાર ત્રિકમ ઉર્ફે બબો શામજી વિશ્રામ માતા (રહે. રતનાલ) તથા નંદલાલ ત્રિકમ માતા (રહે. રતનાલ) અને પીએસએલ કાર્ગો ગાંધીધામનો ગુલામ ઇબ્રાહિમ ત્રાયા નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી બાઇક નંબર જી.જે. 39-એ.ઝેડ. 7945, જી.જે. 12-ડી.પી. 7016, બાઇક નંબર જી.જે. 12-બી.પી. 8050 તથા રોકડ રૂૂા. 1,09,370 અને 8 મોબાઇલ એમ કુલ્લ રૂૂા. 3,66,370નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસના સાણસામાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement