For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં કારે ઠોકરે લેતા બાઇકચાલક યુવાનની નજર સામે ભત્રીજીનું મોત

12:01 PM May 09, 2024 IST | Bhumika
મોરબીમાં કારે ઠોકરે લેતા બાઇકચાલક યુવાનની નજર સામે ભત્રીજીનું મોત
Advertisement

મોરબીના શનાળા-ઘુનડા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે રોડ ઉપર ઈનોવા કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેઠેલ દશ વર્ષની બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ઘુનડા રોડ સભારાની વાડીમાં રહેતા રમેશભાઇ બેચરભાઈ ડાભી (ઉ.વ.35) એ આરોપી ઈનોવા કાર રજીસ્ટર નંબર - જીજે-36-એલ-5310 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 07-05-2024 ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ મનસુખ તથા ફરીયાદીની દીકરી રાજેશ્વરી ઉ.વ.10 વાળી બંને મોટરસાઇકલ રજી નં.જીજે.03.સી.એન.5913 વાળુ લઈને મોરબીશનાળા-ધુનડા રોડ તરફથી શનાળા ગામ તરફ જતા હોય ત્યારે મોરબી શનાળા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે પહોંચતા મોરબી શનાળા ગામ તરફથી એક ઇનોવા કાર રજીસ્ટર નં-જીજે-36-એલ-5310 ના ચાલકે પોતાના હવાલાવાળી ઇનોવા કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇ મનસુખભાઇના મોટરસાયકલ સાથે સામેથી અથડાવી અડફેટે લઈ પછાડી દેતા ફરીયાદીની દીકરી રાજેશ્વરીબેનને જમણા પગમા ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ મોઢાના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદીના ભાઇ મનસુખભાઇને જમણા પગના સાથળના ભાગે તેમજ જમણા હાથમા ઇજા કરી પેટમા ફુટ થઈ જતા સારવાર દરમીયાન બાળકીનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે રમેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -304(અ), 279,337,338 તથા એમ.વી.એકટ -177,184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement