શિયાળુ આહાર આપણા સ્વાસ્થ્યને નિરોગી બનાવે છે
ઋતુઓનો પ્રભાવ બધા પ્રાણીઓના શરીર પર આવે જ છે. એનાથી બચી નથી શકાતું. એટલા માટે દરેક ઋતુમાં આવતા પરિવર્તન સાથે તાલમેલ જાળવી રાખવો બહુ આવશ્યક છે. દરેક ઋતુ અનુરૂૂપ આહાર - વિહારની ઉચિત શૈલીને અપનાવીને આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આધુનિક યુગની વ્યસ્તતા અને ઉત્તેજનાઓને કારણે વ્યક્તિની ભીતર ખાવા પીવાની ખોટી આદતો પડી ગઈ છે. શિયાળાની શરુઆત થઈ ગઈ છે.શિયાળાની ઋતુ શરૂૂ થઈ ગઈ છે. બહારની ઠંડીથી પોતાને બચાવવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ અને શરીર પર વિન્ટર ક્રીમ લગાવીએ છીએ, પરંતુ શિયાળાની ઋતુમાં પોતાની જાતને આંતરિક રીતે સુરક્ષિત રાખવી પણ ખૂબ જ જરૂૂરી છે. આયુર્વેદ અનુસાર, શિયાળાની ઋતુમાં માનવ શરીરમાં ઘણી ઊર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે શરીરને વધુ કેલરીની જરૂૂર પડે છે. આ જ કારણ છે કે શિયાળામાં આપણને વધુ ભૂખ લાગે છે. સારી વાત એ છે કે ઉનાળાની સરખામણીએ આપણું શરીર શિયાળામાં ખોરાક પચાવવા માટે વધુ સક્ષમ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શિયાળાની ઋતુ શ્રેષ્ઠ સમય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂૂરી છે કે ઠંડીની ઋતુમાં આપણે આપણા આહારમાં કઇ ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ.
- ઠંડીમાં ખાવા માટે બીન્સ બેસ્ટ ફુડ છે. તે પ્રોટીન અને ફાયબરનો એક સારો સોર્સ છે અને તેમાં ઘણા જરૂૂરી પોષક તત્વો જેવા કે, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, જસત, ફોસ્ફરસ, થાઇમિન, રાઇબોફ્લેવિન અને બી 6 હોય છે.
- ઠંડીમાં નિયમિચ રીતે ઈંડાનું સેવન કરો. તેમાં વિટામિન એ, બી12, બી6, ઈનો મોટો સોર્સ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સેલિનિયમ, ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે.
- મશરૂૂમમાં મોટા પ્રમાણમાં વિટામિન ડી હોય છે. તેથી શિયાળાની ઋતુમાં મશરૂૂમ ખાવું જરૂૂરી છે. તેમાંથી સેલેનિયમ મોટા પ્રમાણમાં હોય છે.
- શક્કરિયા શિયાળામાં ખુબજ ફાયદાકારક હોય છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને એ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને ફાયબર હોય છે.જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરી એક એવું અનાજ છે. શિયાળામાં બાજરીનો રોટલો બનાવો અને ખાઓ. નાના બાળકોએ બાજરીનો રોટલો ચોક્કસપણે ખાવો જોઈએ. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે. અન્ય અનાજની તુલનામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં તે બધા ગુણો છે, જે આરોગ્યને યોગ્ય રાખે છે. બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફાઈબર, વિટામિન-બી, એન્ટીઓકિસડન્ટો વગેરે શરીરને આવશ્યક તત્વો હોય છે.
- જો શિયાળા દરમિયાન 2થી 3ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. તે કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે. તેમાંથી શરીરને ભરપૂર આયર્ન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
- અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડપ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંના દર્દીઓ માટે ઉપયોગી છે. તેમાં શરીરને ઉપયોગી આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલાં છે. અંજીરમાં ફાઇબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે.
- શિયાળામાં તલ ખાવાથી શરીરમાં શક્તિ મળે છે. તલના તેલની માલિશ કરવાથી શરદીથી બચી શકાય છે. તલ અને માખણનો ઉકાળો બનાવી પીવાથી ઉધરસ સંચિત કફ દૂર થઈ શકે છે. તલમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ.
- જામફળ એ વિટામીન ઈ, અ, ઊ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને અન્ય ઘણા ખનિજોનો ભંડાર છે. જો તમે રોજ એક જામફળનું સેવન કરો છો. તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો.
- દાડમ લોહીને પાતળું કરવા માટે જાણીતું છે, લોહીની ઉણપ પણ ફળ દ્વારા પૂરી થાય છે. તેના સેવનથી લોહી ગંઠાઈ જતું નથી. આ જ કારણ છે કે આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, આ ફળને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.