નવા વર્ષના આપ સહુને વંદન...ડગલે ને પગલે મળે ખુશીઓના સ્પંદન
2023 નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે અને 2024નું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે આપણે પસાર થયેલ વર્ષના લેખ-જોખા કરીએ તે સ્વાભાવિક છે. 2023નું વર્ષ અનેક સારી નરસી ઘટનાઓ સાથે પૂર્ણ થયું આમ છતાં ફરી આશા ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે 2024ના વર્ષના સ્વાગત માટે તૈયાર થઈએ છીએ. નસ્ત્રઉડાનસ્ત્રસ્ત્રમાં આપણે અનેક મહિલાઓની પ્રેરણાદાયી વાતો જાણીએ છીએ.આ વાતોમાં દરેક મહિલાને પોતાના જીવનની ઝાંય પણ જોવા મળે છે.આવનારા નવા વર્ષમાં પણ અનેક મહિલાઓની વાતો આપણે જાણીશું. દરેક મહિલાની વાતો આપણને હતાશામાં હિંમત આપે છે, દુ:ખમાં દિશા દેખાડે છે, મુશ્કેલીમાં માર્ગ સુઝાડે છે અને નાસીપાસ થયેલાને નવી આશા જગાડે છે.2024ના વર્ષમાં પણ આપણે આપણી પરંપરાને જાળવીને અનેક મહિલાઓને મળીશું, તેમની વાતો જાણીશું અને તેમનામાંથી પ્રેરણા મેળવીશું.અત્યારે 2023 પૂર્ણ થવાને આરે છે ત્યારે ફિલ્મ અને ટેલિવિઝનમાં પ્રવૃત્ત આ નારી શક્તિઓએ ઉડાનના વાંચકોને આપ્યા છે નવા વર્ષના શુભેચ્છા સંદેશ.
તમારી જાત માટે ગૌરવ અનુભવો: મુસ્કાન બામને
ઉડાનના દરેક વાંચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહિલા તરીકે જન્મ મળ્યો છે એ ખૂબ સદભાગ્ય છે.એક મહિલા તરીકે પોતાની જાત માટે ગૌરવ અનુભવો.પરિવારની કાળજી રાખવાની સાથે તમારી પોતાની જાત માટે પણ કાળજી રાખો.પોતાને સમય આપો પોતાના શોખને વિકસાવો.ભગવાને તમને અનેક શક્તિઓ આપી છે. સંવેદના આપી છે. લાગણી આપી છે.માતા બનવાની તક આપી છે આ બધા માટે ભગવાનનો આભાર માનો. સ્નેહ અને સકારાત્મકતા ફેલાવો.ક્યારેય નકારાત્મક વિચાર ન કરો.તમારી આસપાસ કોઈ હારી ગયેલ કે નાસીપાસ થયેલ હોય તેને પણ હિંમત આપો.નવા વર્ષમાં આપ સહુ પ્રગતિના શિખર સર કરો એ જ શુભેચ્છાઓ....
નવા વર્ષમાં શરીરને રાખો તંદુરસ્ત: અલ્પના બૂચ
2024ના નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. નવા વર્ષમાં દર વર્ષે આપણે સંકલ્પો બનાવતા હોઈએ છીએ અને સમય જતાં ભૂલી જતા હોઈએ છીએ.આજે એક સ્ત્રી તરીકે એક વ્યક્તિ તરીકે સંકલ્પ કરો કે 40 વર્ષની ઉંમર પછી તબિયતનું ખૂબ ધ્યાન રાખો. શારીરિક રીતે સ્વસ્થ રહેવા સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહો. નસ્ત્રઆ મારી જવાબદારી છે મારે આ કરવું જ પડશેસ્ત્રસ્ત્ર એવા ભાર સાથે દિવસની શરૂૂઆત ન કરો. હું નહીં હોઉ તો ઘરનું શું થશે આવો વિચાર ના કરો. દર વર્ષે એક પ્રવાસનું આયોજન તમારા મિત્રો કે બેનપણી સાથે કરો જેમાં માત્ર તમે જ હો. ઘરનો ભાર ઘરે જ મૂકીને નીકળો.બીજું શારીરિક તંદુરસ્તી એ સ્ત્રી માટે ખૂબ જરૂૂરી છે તો શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ રહેજો.ગ્લોબલ વોર્મિંગ શરૂૂ થઈ ગયું છે આપણે એનો અનુભવ કરી ચૂક્યા છીએ તો રસોડામાં બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો.પ્લાસ્ટિક બાઉલ અને પ્લાસ્ટિક ડબ્બાને કાઢી નાખો.કાચના બાઉલ અને વાસણનો ઉપયોગ કરો અને પર્યાવરણની જાળવણી કરો.
ભૌતિક સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ જરૂરી: મનિષા ત્રિવેદી
આવનાર નવા વર્ષ માટે બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.આવનાર નવું વર્ષ આપ સહુ માટે સુખ અને સમૃદ્ધિ લાવનાર બની રહે.નવા વર્ષમાં આપ આપની અંદર રહેલી શક્તિને ઓળખીને એ દિશામાં આગળ વધો.તમારા કુટુંબ માટે પ્રેરણારૂૂપ બની શકો તેમ છો.નિશ્ચિત ગોલ તરફ સેલ્ફ ડિસિપ્લિનથી આગળ વધો.સમયનો બચાવ કરી જેમાં તમારી નિપુણતા હોય એ કલામાં આગળ વધો અને સફળતાના શિખરો સર કરો. ભૌતિક સમાજની સિદ્ધિઓ સાથે આત્મશુદ્ધિની પણ એટલી જ આવશ્યકતા છે. જેના માટે આપણે સંસ્કારો અને સંસ્કૃતિ અપનાવીએ આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા માનસિક શાંતિ અને સંતોષની અનુભૂતિ પણ એટલી જ જરૂૂરી છે.નવા વર્ષે દરેક બહેનોનો સર્વાંગી વિકાસ થાય સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
જીવનની દરેક ક્ષણોને માણો: મનિષા પુરોહિત
વર્ષો આવે છે અને જાય છે.આપણે એક નારી શક્તિ છીએ.નવા વર્ષમાં તમે બધા પોતાની શક્તિને પારખીને આગળ વધો. વર્ષો પાણીની જેમ વહી જશે આપણે ત્યાંના ત્યાં જ રહીશું.નવા વર્ષમાં તમારી જાતને ઓળખો પોતાની જાતને પ્રેમ કરો. કર્મક્ષેત્ર હોય કે ધર્મક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં પ્રવૃત્ત રહો. આપણાં હાથમાં જે સમય છે તે કિંમતી છે તેનો ઉપયોગ કરો. ઉતાર-ચઢાવ જિંદગીના પાસા છે.મુસીબતો દરેકના જીવનમાં આવે જ છે અને દરેકે દરેક મુસીબતોનો સામનો હિંમતથી કરો.આપણે તો નારી શક્તિ છીએ, જગદંબે, કાલિકા છીએ આપણે એમની શક્તિનું એક સ્વરૂપ છીએ, તો આવનારો દરેક સમય આપણે આપણી જાતને ઓળખીએ. જિંદગી જીવવી જોઈએ જિંદગી માણવી જોઈએ. જિંદગી માણવા માટે માણસે પોતાનું સન્માન જાળવવું જોઈએ. અભિમાની નહીં સ્વાભિમાની બનવું જોઈએ ક્યારે પણ બીજા ઉપર નિર્ભર ન રહેવું જોઈએ.પોતે પોતાની જાત ઉપર દરેકે દરેક ક્ષેત્રમાં ઊભા રહેતા શીખવું જ જોઈએ. આવનારું નવું વરસ આપ સહુ માટે ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે અને જીવનની દરેકે દરેક ક્ષણ સારીરીતે માણો, એ માણવા માટે સાદગીભર્યું ભોજન અને નિયમિત આહાર, વ્યવહાર અને કસરત અપનાવશો તો આવનારા દિવસો ખૂબ ખુશીઓ લઈને આવશે.તમે બધા અંદરથી ખૂબ સમૃદ્ધ છો તમે કેટલાયના પીઠબળ બન્યા હશો તમે પોતાના ઘર અને કુટુંબને સાચવો છો તો હવે પોતાના માટે પણ જીવો.નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...