For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્કનું સ્ટેડિયમ તૈયાર, દોડવીર બોલ્ટના હસ્તે ઉદ્ઘાટન

01:41 PM May 18, 2024 IST | Bhumika
ટી 20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્કનું સ્ટેડિયમ તૈયાર  દોડવીર બોલ્ટના હસ્તે ઉદ્ઘાટન
Advertisement

34 હજારની ક્ષમતા, આ મેદાન પર આઠ પૈકી 3 મેચ ભારતીય ટીમનીગુજરાત મિરર, ન્યૂયોકે તા.18
અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો આઇજનહાવર પાર્ક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરવા માટે પૂરી રીતે તૈયાર છે. 34 હજારની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું દુનિયાના સૌથી ઝડપી દોડવીર અને ક્રિકેટ ચાહક ઉસૈન બોલ્ટના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. બોલ્ટ ટી-20 વર્લ્ડ કપનો આઇસીસીનો બ્રાંડ એમ્બેસેડર છે. આ મેદાન પર વર્લ્ડ કપની 8 મેચ રમાશે, જેમાંની 3 મેચ ભારતીય ટીમની હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઇવોલ્ટેજ મુકાબલો પણ આ જ સ્ટેડિયમ પર રમાશે. આ સ્ટેડિયમ મેનહેટનથી 3પ કિલોમીટર પૂર્વમાં છે. આ સ્ટેડિયમ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે અ

ને તેના મેદાનનો આકાર અને કદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ જેવા છે. ડ્રેનેજની સુવિધા પણ વિશ્વસ્તરીય છે.
થોડા સમય પહેલાં અહીં એક સામાન્ય પાર્ક હતો. તેને ક્રિકેટ સ્ટેડિયમમાં રૂૂપાંતરિત કરવા માટે આઇસીસીએ ઘણો ખર્ચ કર્યો છે. મેદાનમાં મુખ્ય પીચ સિવાય અભ્યાસ માટે 6 પીચ છે. આ પીચોને ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવેલના ક્યૂરેટર ડેમિયન હોફે ફલોરિડામાં તૈયાર કરી છે, ત્યાંથી ઉપાડીને પીચને ન્યૂયોર્કના સ્ટેડિયમમાં બેસાડવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement