For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ નવા રેકોર્ડ: સોનું, સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ

11:27 AM Apr 01, 2024 IST | Bhumika
નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ નવા રેકોર્ડ  સોનું  સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ
  • 24 કેરેટનો ભાવ રૂા.71,400 પ્રતિ તોલું, સેન્સેક્સ 74,200 અને નિફ્ટી 22,500ને પાર

અમેરિકામાં ફુગાવાના આંકડાઓના પગલે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે તેવું નહીવત લાગતા આજે વૈશ્ર્વિક બજારોમાં તેજી જોવા મળતા ભારતીય શેરબજારમાં પણ નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ રેકોર્ડ હાઈ જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆત જ જોરદાર તેજી સાથે થતાં પ્રથમ દિવસે પહેલા સેસનમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ઓલટાઈમ હાઈ નોંધાઈ ગયા છે. આ ઉપરાંત ભૌગોલીક રાજકીય તણાવ વચ્ચે સોનામાં લોકોનો વિશ્ર્વાસ યથાવત રહેતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2263.53 ડોલર પ્રતિ ઔંસના હાઈ પર પહોંચતા લોકસ સોનામાં પણ 1400 રૂપિયાનો વધારો નોંધાતા પ્રતિ દસ ગ્રામે 24 કેરેટ સોનું 71,445 પર ખુલ્યું છે.

Advertisement

ગત ગુરૂવારે સેન્સેક્સ 73651 પર બંધ થયો હતો અને આજે 317 પોઈન્ટ ઉછળીને 73968 પર ખુલ્યા બાદ સેન્સેક્સ પ્રારંભીક સેશનમાં જ 603 પોઈન્ટ ઉછળીને 74,254ના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ વૈશ્ર્વિક તેજીને પગલે ગુરૂવારના 22326ના બંધથી 129 પોઈન્ટ ઉછળીને 22,455 પર ખુલી હતી બાદમાં તેજીને લીધો પહેલી વખત નિફ્ટીએ 22,500ની સપાટી કુદાવી દીધી છે. આજે નિફ્ટી ગુરૂવારના બંધથી 203 પોઈન્ટ ઉછળીને 22,529ના નવા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

સોનામાં વૈશ્ર્વિક લેવલે રાજકીય અને યુધ્ધની પરસ્થિતિઓના પગલે રોકાણકારોનો વિશ્ર્વાસ યથાવત રહેતા આજે સોનું લંડન બુલિયન એક્સચેન્જમાં 2263.53 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું જે અત્યાર સુધીની સોનાની ઐતિહાસિક હાઈ સપાટી છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે પહેલી વખત સોનું 71,445 ઉપર પહોંચી ગયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement