For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનાના નવા સ્વરૂપે ટેન્શન વધાર્યુ: K.P. 2 વાઇરસના મહારાષ્ટ્રમાં 91 કેસ

11:19 AM May 13, 2024 IST | Bhumika
કોરોનાના નવા સ્વરૂપે ટેન્શન વધાર્યુ  k p  2 વાઇરસના મહારાષ્ટ્રમાં 91 કેસ
Advertisement

કોરોના વાઇરલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ K.P.2ના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો સબવેરિયન્ટ K.P.2ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રમાં ઘળશભજ્ઞિક્ષ સબવેરિયન્ટ K.P.2 ના 91 કેસની ઓળખ કરવામાં આવી છે.

કોવિડના K.P.2 સબવેરિયન્ટે મહારાષ્ટ્રમાં ઉંગ.1 વેરિઅન્ટને પાછળ છોડી દીધું છે. જેના કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Advertisement

અહેવાલો અનુસાર K.P.2 સબવેરિયન્ટના 51 કેસ પુણેમાં અને 20 કેસ થાણેમાં નોંધાયા છે. K.P.2 સબવેરિયન્ટને જાન્યુઆરીમાં વૈશ્વિક સ્તરે પ્રથમવાર ઓળખવામાં આવ્યું હતું. હાલમાં યુએસમાં K.P.2પ્રબળ પ્રકાર છે. મહારાષ્ટ્રમાં પણ K.P.2 ના કેસો પ્રથમ જાન્યુઆરીમાં ઓળખાયા હતા.

માર્ચ અને એપ્રિલ સુધીમાં કોરોનાના આ પ્રકારને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાના આ પ્રકારનો હજુ સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી. હળવા લક્ષણોવાળા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂૂર નથી. નિષ્ણાતોના મતે આ વેરિઅન્ટને કારણે આ ઉનાળામાં કોવિડ કેસોમાં થોડો વધારો થશે.

યુએસમાં 28% કોવિડ કેસ K.P.2વેરિઅન્ટના છે જે એપ્રિલના મધ્યમાં માત્ર 6% હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો હિસ્સો તે જવાબદાર છે. તેણે ઉંગ.1 વેરિઅન્ટને પાછળ છોડી દીધું જે શિયાળામાં કોરોના કેસ માટે જવાબદાર હતું. તમને જણાવી દઈએ કે, 2020થી અમેરિકામાં દર ઉનાળામાં કોવિડના કેસમાં વધારો થયો છે. જો K.P.2 ફેલાવાનું ચાલુ રાખે તો આ પેટર્ન પુનરાવર્તિત થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement