For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના રઘુવંશી અગ્રણી દ્વારા આવતીકાલે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ

11:02 AM May 15, 2024 IST | Bhumika
ખંભાળિયાના રઘુવંશી અગ્રણી દ્વારા આવતીકાલે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ
Advertisement

   ખંભાળિયાના મૂળ વતની અને હાલ આણંદ રહેતા ગં.સ્વ. પ્રભાબેન પ્રાણજીવન દતાણીના સુપુત્ર હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી (અજંતા એગ્રો અને રાજાધિરાજ ડેવલપર્સ - આણંદ) દ્વારા ગુરૂવાર તારીખ 16 ના રોજ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરના શિખર પણ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.    આ પ્રસંગે ગુરુવારે સવારે 7 વાગ્યે ધ્વજા પૂજન, 8 વાગ્યે શોભાયાત્રા અને 9 વાગ્યે દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ બાદ બપોરે 12:30 વાગ્યે પ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement