For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

100 રૂપિયાની નોટમાં નાપાક ઇરાદો દર્શાવી ભારત સાથે પંગો લેતું નેપાળ

06:45 PM May 04, 2024 IST | Bhumika
100 રૂપિયાની નોટમાં નાપાક ઇરાદો દર્શાવી ભારત સાથે પંગો લેતું નેપાળ
Advertisement

પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે 100 રૂૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી છે. આ નકશો એ ત્રણ વિવાદિત વિસ્તારો બતાવશે કે જેના પર ભારત તેની સત્તાનો દાવો કરે છે. નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.

હકીકતમાં, ભારત પહેલાથી જ આ સરહદી વિસ્તારોને વિસ્તૃત કરી ચૂક્યું છે.100 રૂૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે બેઠકમાં 100 રૂૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે. રેખા શર્મા નેપાળની માહિતી અને સંચાર મંત્રી પણ છે. તેમણે જણાવ્યું કે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી બેઠકમાં કેબિનેટે 100 રૂૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઇન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. અગાઉ, 18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના રાજકીય નકશામાં તે ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. આ માટે તેમણે બંધારણમાં સુધારો પણ કર્યો હતો. વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે.

ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર જાળવી રાખે છે. આ વિસ્તારો ભારતની ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement