For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર પાડોશીનો છરીથી હુમલો

12:55 PM May 04, 2024 IST | Bhumika
મોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર પાડોશીનો છરીથી હુમલો
Advertisement

મોરબીમાં આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં જુની અદાવતનો ખાર રાખી ગાળો બોલતા યુવકને ટપારતા યુવાન ઉપર પાડોશી શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલા લાતી પ્લોટમાં રહેતા અમીતભાઈ સુરેશભાઈ ઝંઝવાડીયા નામનો 21 વર્ષનો યુવાન પોતાના ઘર નજીક હતો ત્યારે ત્રણ દિવસ પૂર્વે પાડોશમાં રહેતાં ભરત, હેમંત અને રાજન નામના શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં થાનના નવા ગામમાં રહેતા ચંદુ ચનાભાઈ મીઠાપરા (ઉ.30) કાનપર ગામે હતો ત્યારે અમરાપર ગામના સુરજ, કાળુ અને દેવા સહિતના શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ધારીયા અને પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement