For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીતી નીરજ ચોપરા ફરી વર્લ્ડ ચેમ્પિયન

01:22 PM May 16, 2024 IST | Bhumika
ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીતી નીરજ ચોપરા ફરી વર્લ્ડ ચેમ્પિયન
Advertisement

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી વાર દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ 2024માં ભાલા ફેંકની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો છે.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાયેલી ફેડરેશન કપની ફાઈનલમાં નીરજે 82.27 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, તેના હરીફ ખેલાડી ડીપી મનુએ 82.06 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.

Advertisement

ફેડરેશન કપની ફાઈનલમાં નીરજ ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ ભાલા ફેંકમાં હાથ અજમાવ્યો હતો. મનુએ 82.06 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ ઝડપ્યો હતો. મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે રહ્યો તેણે 78.39 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડની સાથે જ નીરજ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement