For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી નજીક યુવતીને રસ્તા વચ્ચે રોકી ધરાર ફ્રેન્ડશિપ રાખવાનું કહી છેડતી કરી

12:06 PM Jun 17, 2024 IST | Bhumika
ધોરાજી નજીક યુવતીને રસ્તા વચ્ચે રોકી ધરાર ફ્રેન્ડશિપ રાખવાનું કહી છેડતી કરી
Advertisement

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ખીરસરા ઘેટીયા ગામે સ્વામીની લંપટ લીલા બહાર આવી છે ત્યારે આ પ્રકરણમાં પોલીસ તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. બીજી બાજુ ધોરાજી પંથકમાં પણ ધરાર પ્રેમી દ્વારા રસ્તે જતી યુવતીને રોકી પોતાની સાથે ધરાહર ફ્રેન્ડશીપ રાખવાનું કહી નહીંતર સગાઈ તોડાવી નાખી તેવી ધમકી આપી છેડતી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના છાડવાવદર ગામે રહેતી 22 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાના જ ગામના લાલો ગાંડાભાઈ ચૌહાણનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદ મોટર સાયકલ લઈ વાડીએ જતાં હતાં ત્યારે આરોપીએ મોટર સાયકલ પર પીછો કરી રસ્તા વચ્ચે યુવતીને આંતરી હતી. ‘મારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે કે નહીં, નહીંતર તારી સગાઈ તોડાવી નાખુ, હું કોઈ થી બીતો નથી’ તેવું કહી યુવતીની છેડતી કરી હતી.

Advertisement

વધુમાં ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી ફરિયાદી યુવતીની પાછળ પડી ગયો હતો અને અવારનવાર મોકો જોઈને છેડતી કરતો હોવાનું અને ઈશારા કરતો હોવાનું જણાવ્યું છે. આ અંગે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement