For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NDAના નબળા દેખાવથી શેરબજારને ટાઢિયો તાવ

12:02 PM Jun 04, 2024 IST | Bhumika
ndaના નબળા દેખાવથી શેરબજારને ટાઢિયો તાવ
Advertisement

અપેક્ષા મુજબ રૂઝાન નહીં આવતા સેન્સેક્સમાં 2809, નિફ્ટીમાં 874 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 15 લાખ કરોડ સ્વાહા

લોકસભા ચૂંટણી 2024ના મત ગણતરીના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 76 હજાર લેવલ પર ખૂલ્યા બાદ 1600 પોઈન્ટથી વધુ તૂટી 74753 પોઈન્ટ થયો હતો. નિફ્ટી પણ 400 પોઈન્ટ તૂટી 23 હજારનું લેવલ ગુમાવ્યું હતું. લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.
9.25 વાગ્યે સેન્સેક્સ 2233.99 પોઈન્ટના કડાકા સાથે 74234.79 થયો હતો. નિફ્ટી પણ 696.95 પોઈન્ટ કડાકા સાથે 22566.95ની લો સપાટીએ પહોંચ્યો હતો.

Advertisement

લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. એનડીએની જીતની અપેક્ષાએ આજે પ્રિ-ઓપનિંગમાં જ શેરબજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે 77 હજારની સપાટી વટાવી હતી. જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રિ-ઓપનિંગ સેશનમાં 77 હજારની સપાટી ક્રોસ થયા બાદ 183 પોઈન્ટ તૂટી 76286 થયો હતો. ગિફ્ટ નિફ્ટીએ આજે ફરી નવી ટોચ નોંધાવી છે.

લોકસભા ચૂંટણીમાં ગઉઅ સરકાર માટે મજબૂત બહુમતીનો સંકેત આપતા એક્ઝિટ પોલને પગલે બજારે 3 જૂનના સત્રનો અંત મજબૂત ઉછાળા સાથે કર્યો હતો. બેન્ક નિફ્ટીએ 52,000ના માર્ક તરફ ઉપરની ગતિ જાળવી રાખવા માટે 50,000ની ઉપર રહેવાની જરૂૂર છે.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે. શેરબજાર ખૂલ્યૂ તે સમયે વારાણસી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર આવતાંની સાથે જ બજાર કડડભૂસ થયુ હતું. જ્યાં સુધી ચૂંટણી પરિણામો જારી ન થાય ત્યાં સુધી શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી રહેવાની શક્યતા છે.

શેરબજાર કડડભૂસ થવાની સાથે જ રોકાણકારોએ રૂૂ.14.46 લાખ કરોડની મૂડી ગુમાવી છે. બીએસઈ માર્કેટ કેપ ગઈકાલે 426.10 લાખ કરોડ સામે આજે 411.64 લાખ કરોડ થઈ છે.

બીએસઈ ખાતે ટ્રેડેડ 3022 સ્ક્રિપ્સ પૈકી માત્ર 576 શેર્સ જ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2345 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 63 શેર્સ વર્ષની ટોચે અને 66 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

અદાણી ગ્રુપના તમામ શેરોમાં જોરદાર કડાકો
શેરબજારમાં આજે મતગણતરીની શરૂઆત થતા જ જોરદાર કડાકો નોંધાયો હતો. અદાણી ગ્રુપના તમામ શેરોમાં 5થી 7% જેવો કડાકો જોવા મળ્યો હતો. સૌથી વધારે એનડીટીવીમાં 7.2%, અદાણી ઇન્ટરપ્રાઇઝમાં 6.4%, અદાણી પોર્ટમાં 6.8%, અદાણી ટોટલ ગેસમાં 6.7%, અંબૂજા સીમેન્ટમાં 6.7%, એસીસીમાં 5.1%નો ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement