For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારી જહાજ પર હુમલા બાદ અરેબિયન સમુદ્રમાં નેવીના 3 યુધ્ધ જહાજ તૈનાત

05:48 PM Dec 26, 2023 IST | Bhumika
વેપારી જહાજ પર હુમલા બાદ અરેબિયન સમુદ્રમાં નેવીના 3 યુધ્ધ જહાજ તૈનાત

ભારતીય નૌકાદળની વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે અરબી સમુદ્રમાં ભારતના પશ્ચિમ કિનારે જહાજને ડ્રોન દ્વારા હુમલો કરાયાના બે દિવસ બાદ સોમવારે મુંબઈ બંદરે પહોંચતા વેપારી જહાજ એમવી કેમ પ્લુટોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. અને નેવીએ અરેબિયન સીમાં પોતાના સંરક્ષણ જહાજ ઉતાર્યા છે.

Advertisement

અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પરના હુમલાઓને ધ્યાનમાં રાખીને, નૌકાદળે તે વિસ્તારમાં દેખરેખ માટે ઙ-8ઈં લાંબા અંતરની પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો ઈંગજ મોર્મુગાઓ, ઈંગજ કોચી અને ઈંગજ કોલકાતા તૈનાત કર્યા છે.
લાઇબેરિયન-ધ્વજવાળા એમવી કેમ પ્લુટો પર શનિવારનો ડ્રોન હુમલો ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્ર અને એડનના અખાતમાં ઇરાન સમર્થિત હુથી આતંકવાદીઓ દ્વારા વિવિધ વ્યાપારી જહાજોને કથિત લક્ષ્યાંક પર વધતી ચિંતાઓ વચ્ચે આવ્યો હતો.21 ભારતીય અને એક વિયેતનામી ક્રૂ સાથેનું લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ મુંબઈના બાહ્ય એન્કરેજમાં આવ્યું હતું.

Advertisement

બ્રહ્મોસ મિસાઇલથી સજજ INS ઇમ્ફાલ યુધ્ધ જહાજ નૌકાદળના કાફલામાં સામેલ

હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. જો કે, હવે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી છે, જેના ભાગરૂૂપે સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઇએનએસ ઈમ્ફાલને મંગળવારે નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવી છે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના એક શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. મણિપુરની રાજધાનીના નામ પર આ યુદ્ધ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે, જે પૂર્વોત્તર ક્ષેત્રની સુરક્ષા અને સમૃદ્ધિને દર્શાવે છે. આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ લડવા માટે સજ્જ છે. સ્ટીલ્થ ફીચર્સ તેની લડાયક ક્ષમતાને વધારે છે. આઇએનએસ ઈમ્ફાલમાં મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો પણ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત, સ્વદેશી એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર અને 76 એમએમ સુપર રેપિડ ગનને પણ આ યુદ્ધ જહાજમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક હથિયારઓ અને સેંસરથી લેસ છે. આ યુદ્ધ જહાજમાંથી ફાયર થતી બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી પર ફરીને દુશ્મન પર હુમલો કરવાની તાકાત ધરાવે છે. સ્પીડની વાત કરીએ તો આઇએનએસ ઈમ્ફાલ એ 30 નોટ્સ (56 કિમી/કલાક) થી વધુ ઝડપે આગળ વધી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement