For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવસારીના ટ્રાફિક કોન્સ્ટેબલ પુત્રની હત્યા કરી લાશ પોલીસ ચોકીમાં ફેંકી

04:44 PM Jun 03, 2024 IST | Bhumika
નવસારીના ટ્રાફિક કોન્સ્ટેબલ પુત્રની હત્યા કરી લાશ પોલીસ ચોકીમાં ફેંકી
Advertisement

શહેરમાં એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે તેમના 10 વર્ષના પુત્રને ઝેર આપીને હત્યા કરીને લાશને પોલીસ ચોકીના એક રૂૂમમાં ફેંકી દીધી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપતા જણાવ્યું કે સંજય બારિયા (ઉ.વ-37) એ કથિત રીતે તેમના પુત્ર વંશની હત્યા કરી અને તેના મૃતદેહને ટ્રાફિક ચોકીના રૂમમાં ફેંકી દીધો હતો.
પોલીસ અધિક્ષક (નવસારી) સુશીલ અગ્રવાલે જણાવ્યું કે બારિયાએ શનિવારે બપોરે લગભગ 03:40 વાગ્યે તેમની પત્નીને ફોન કર્યો અને તેમના પુત્ર વિશે જાણ કરી હતી.

હાલ આરોપી ફરાર છે અને તેને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. બારિયાની પત્ની રેખાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી શુક્રવારે બપોરે તેમના પુત્રને કામ પર લઈ ગયા હતા અને જ્યારે તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બંધ આવતો હતો. બાદમાં બારિયાની મોટરસાઈકલ શહેરમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી, પરંતુ પિતા-પુત્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

Advertisement

પ્રથમ માહિતી અનુસાર આરોપીએ શનિવારે બપોરે તેની પત્નીને ફોન કર્યો અને મૃતદેહ વિશે જણાવ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી અને જ્યારે તેઓ ત્યાં તપાસ કરવા ગયા તો તેમને જાણવા મળ્યું કે છોકરાના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેના ગળામાં દોરડું બાંધેલું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે, જો કે, આ કેસમાં આરોપી હજુ પણ ગુમ છે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મામલો સ્પષ્ટ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement