For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા

06:41 PM Feb 20, 2025 IST | Bhumika
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા  ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા

Advertisement

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને સ્ટાર સ્પિનર ​​ ​​યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાને કાયદેસર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. છૂટાછેડાની કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરવા યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈના બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટમાં ગયા હતા. સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર બંને આજે સાંજે 4 વાગ્યે ન્યાયાધીશ સમક્ષ હાજર થયા હતા. જ્યાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેને આજે ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તે બંને ઘણીવાર તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ કરતાં જોવા મળે છે.

Advertisement

યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ પણ કરી છે, જેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તેના જીવનમાં કંઈક મોટું થયું છે. ચહલે લખ્યું કે'હું જેટલો બચી શકતો હતો, ભગવાન મને તેનાથી વધારે બચાવ્યો છે. મારી સાથે હોવા બદલ ભગવાન તમારો ખૂબ આભાર, મને ખબર નથી કે તમે મારી સાથે છો.'

ધનશ્રીએ લખ્યું કે કેવી રીતે ભગવાન ચિંતાઓને ખુશીમાં પરિવર્તિત કરે છે ધનશ્રીએ લખ્યું કે જો તમે કોઈ વાતને લઈને પરેશાન છો તો જાણો કે તમારી પાસે તેના માટે વિકલ્પો છે.

જો છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓના છૂટાછેડા થઈ ચૂક્યા છે. પહેલા શિખર ધવન આયેશા મુખર્જીથી અલગ થયો. જે બાદ હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા અને હવે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી પણ અલગ થઈ ગયા છે. જોકે, વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીના જીવનમાં ગરબડના અહેવાલો છે. એવા અહેવાલો છે કે તે તેની પત્ની આરતી અહલાવતથી પણ અલગ રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement