રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તમારી ઈમાનદારી પર શંકા થાય છે..., ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ટિપ્પણી

05:54 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (ઈઅૠ) ના 14 રિપોર્ટ વિધાનસભામાં રજૂ ન કરવાને લઈને હાઈકોર્ટે સરકારની ઈમાનદારી પર શંકા વ્યક્ત કરી છે. કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે મીડિયામાં સીએજીના બે રિપોર્ટ લીક થઈ ગયા છે. જેમાં સીએમના બંગલા પર ખોટી રીતે કરોડો રૂૂપિયાનો ખર્ચ અને એક્સાઈઝ પોલિસીથી સરકારી ખજાનાને 2000 કરોડ રૂૂપિયાથી વધુ નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે સીએજી રિપોર્ટને લઈને દિલ્હી સરકાર પર સવાલ ઊભા કર્યાં. હાઈકોર્ટે સીએજી રિપોર્ટ પર વિચાર કરવામાં મોડાઈ માટે દિલ્હી સરકારની ટીકા કરતાં કહ્યું, જે રીતે તમે પીછેહઠ કરી છે, તેનાથી તમારી ઈમાનદારી પર શંકા ઊભી થાય છે. તમારે રિપોર્ટને તાત્કાલિક સ્પીકરને મોકલવો જોઈતો હતો અને ગૃહમાં ચર્ચા શરૂૂ કરવાની હતી. ટાઈમલાઈન એકદમ સ્પષ્ટ છે. તમે વિધાનસભા સત્ર બોલાવવામાં પીછેહઠ કરી. એલજીની પાસે રિપોર્ટ મોકલવા અને આ મુદ્દે મોડાઈથી તમારી ઈમાનદારી પર શંકા થાય છે. દિલ્હી સરકારે રિપોર્ટ્સને સ્પીકરની પાસે મોકલવામાં સક્રિયતા બતાવવી જોઈતી હતી. જવાબમાં દિલ્હી સરકારે સવાલ કર્યો કે પચૂંટણીની નજીક વિધાનસભા સત્ર કેવી રીતે હોઈ શકે.

ગત સુનાવણી પર દિલ્હી વિધાનસભાના સચિવાલયે કોર્ટને જણાવ્યું હતું કે પસીએજી રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવાથી હેતું પૂરો થતો નથી કેમ કે કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્પીકર અને અન્ય સંબંધિત પક્ષોથી જવાબ માગ્યો હતો. તમામ 14 રિપોર્ટ્સને સ્પીકરની પાસે મોકલી ચૂકાયા છે.

ભાજપ ધારાસભ્યોએ સીએજી રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવાની માગને લઈને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.ભાજપ લાંબા સમયથી માગ કરી રહી છે કે સીએજી રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપનું કહેવું છે કે એક ડઝનથી વધુ સીએજી રિપોર્ટ વિધાનસભામાં વર્ષોથી પેન્ડિંગ છે.

Tags :
delhidelhi governmentdelhi high courtHigh Courtindiaindia news
Advertisement
Next Article
Advertisement