For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે: આવું કહેનારા SDMની તત્કાળ હકાલપટ્ટી

06:01 PM Sep 20, 2025 IST | Bhumika
તારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે  આવું કહેનારા sdmની તત્કાળ હકાલપટ્ટી

Advertisement

મધ્ય પ્રદેશમાં એક એસડીએમને માતા અને દીકરી સહિત પરિવારને હેરાન કરવું ભારે પડી ગયું. મામલો સામે આવ્યા બાદ સીએમ મોહન યાદવે તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. પીડિત પરિવારે આ એસડીએમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશના સીએમ ડો. મોહન યાદવે પોતાના એક્સ હેન્ડલ પર મુરૈનના સબલગઢ એસડીએમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. એસડીએમ અરવિંદ માહૌ યુવતી સાથે ફોન પર ગંદી વાત કરતો હતો. સીએમએ કમિશનરને માહૌરને તાબડતોબ સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

મંગળવારે મુરૈના કલેક્ટ્રેટમાં જનસુનાવણી દરમિયાન પીડિત પરિવારે કલેક્ટર અંકિત અસ્થાનાને એસડીએમની વીડિયો સહિત ફરિયાદ કરી હતી. ત્યારબાદ કલેક્ટરે તેમને હટાવી દીધા હતા. સીએમએ એક્સ પર લખ્યું કે મુરૈના જિલ્લાના સબલગઢના એસડીએમ અરવિંદ માહૌર વિરુદ્ધ મહિલા સાથે અભદ્ર વ્યવહાર અને નિયમ વિરુદ્ધ પટવારિયયોની બદલી કરવાની ગંભીર ફરિયાદો ધ્યાનમાં આવ્યા બાદ એસડીએમને તત્કાળ સસ્પેન્ડ કરવાના આદેશ અપાયા છે. આ મામલે કમિશનર ચંબલને અનુશાસનાત્મક કાર્યવાહીના પણ નિર્દેશ અપાયા છે.

Advertisement

ફરિયાદકર્તા મહિલા અને તેના પતિએ જણાવ્યું કે એસડીએમએ તેમની દીકરીનો મોબાઈલ નંબર જાણ્યો હતો. છેલ્લા એક વર્ષથી મોડી રાતે ફોન કરીને ગંદી વાતો કરતો હતો. જ્યારે તેમની પુત્રીએ ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો તો સંબંધીઓને ફોન પર ધમકાવવા લાગ્યા. એસડીએમએ સબલગઢમાં મહિલાના દિયરની દુકાન પર પહોંચીને ધમકી આપી કે તારી દીકરી અને તારી ભાભીમાં ખુબ ગરમી છે.
ખોટા કેસમાં ફસાવી દઈશ. મારાથી મોટો કોઈ અધિકારી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement