For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત

11:53 AM Jan 02, 2025 IST | Bhumika
પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું  બચાવવા જતાં અન્ય 4નાં મોત

ઝારખંડના ગામમાં આઘાતજનક બનાવથી શોક છવાયો

Advertisement

ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટના હજારીબાગના ચર્હી બ્લોકના સરબાહા ગામમાં બની હતી, જ્યાં ઘરેલુ વિવાદને લઈને પતિ સુંદર કરમાલી અને પત્ની રૂૂપા કરમાલી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી પતિ સુંદર કરમાલી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો અને બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું, જેનાથી ઘરમાં ચકચાર મચી ગઈ હતી.

Advertisement

આ પછી સુંદર કરમાલીને બચાવવા અન્ય ચાર લોકો પણ કૂવામાં કૂદી પડયા હતા. કૂવામાં ડૂબી જવાથી પાંચેયના મોત થયા હતા. મૃતકોની ઓળખ સુંદર, રાહુલ, સૂરજ, વિનય અને પંકજ તરીકે થઈ છે. વિનય અને પંકજ સગા ભાઈઓ હતા, જ્યારે રાહુલ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. મૃત્યુ પામેલા લોકોની ઉંમર 25-30 વચ્ચે હોવાનું કહેવાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement