For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયો

05:41 PM Feb 19, 2025 IST | Bhumika
તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે  મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયો

સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને પમૃત્યુકુંભથ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા બેનર્જીની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.

Advertisement

શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના રાષ્ટ્રીય સચિવ, મહંત જમુના પુરીએ જણાવ્યું હતું કે, પમમતા બેનર્જી જે જવાબદાર હોદ્દા પર છે તે આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી. પ્રયાગરાજ એ મહાકુંભ અમૃત પર્વ છે, જેની દિવ્યતા અને ભવ્યતા આખી દુનિયાએ જોઈ છે. તેમણે મહાકુંભના નામે આવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
પંચ દશનમ આવાહન અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અરુણ ગિરીએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના નિવેદનની આકરી ટીકા કરી અને કહ્યું, પશ્ચિમ બંગાળ હિન્દુ સનાતનીઓ માટે મૃત્યુનું રાજ્ય બની રહ્યું છે. ચૂંટણી સમયે હજારો સનાતનીઓની હત્યા કરવામાં આવી રહી છે અને લાખો હિન્દુઓને ભાગી જવાની ફરજ પડી છે. તેમણે ઉત્તર પ્રદેશની નહીં પણ પોતાના રાજ્યની ચિંતા કરવી જોઈએ.
નિર્મોહી અની અખાડાના પ્રમુખ મહંત રાજેન્દ્ર દાસે કહ્યું કે, મમતા બેનર્જીનું નિવેદન સનાતન ધર્મનું અપમાન છે. પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મની દિવ્યતા ટોચ પર સ્થાપિત થઈ છે.

તેઓ મહાકુંભનું મૂલ્યાંકન કરે છે કારણ કે તેમણે હંમેશા સનાતન અને તેના પ્રતીકોનું અપમાન કર્યું છે. આવા નિવેદનો કરીને મમતા બેનર્જી પણ અરવિંદ કેજરીવાલના માર્ગે ચાલી રહ્યા છે અને કેજરીવાલ જેવા જ એમના પણ હાલ થશે.
મહામંડલેશ્વર ઈશ્વરદાસ મહારાજે કહ્યું કે, પમમતા બેનર્જીનું નિવેદન સનાતન ધર્મ વિરુદ્ધ તેમની માનસિકતા દર્શાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ઝખઈ સુપ્રીમો હંમેશા સનાતનનો વિરોધ કરે છે અને પશ્ચિમ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે.
તેમજ અયોધ્યા હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે પણ મમતાની આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, પમમતા બેનર્જીએ પોતાના શબ્દો માટે માફી માંગવી જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement