તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે પરંતુ પશ્ચિમ એશિયાના દેશોમાં તેમની આતિથ્ય પ્રાપ્ત કરે છે.
તમે મુસ્લિમોની વિરુદ્ધ છો, પરંતુ સાઉદી અરેબિયામાં, તમે મુસ્લિમોને મળો છો... જો તમે દુબઈ, ઞઅઊ જાઓ છો, તો તમે ત્યાં કોનું આતિથ્ય લો છો... તમે તમારા દેશમાં એક વાત કહો છો અને બીજી બહાર,સ્ત્રસ્ત્ર અગઈંએ મુસ્લિમ ધર્મગુરુઓ સાથેની બેઠકમાં સભાને સંબોધતા બેનર્જીને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું. તેણીએ વધુમાં ભારત બ્લોકને વકફ સુધારા અધિનિયમ સામે નસ્ત્રએકજુટ રહેવા અને સાથે મળીને લડવાસ્ત્રસ્ત્ર અપીલ કરી, જેના પસાર થવા પર વિપક્ષ તરફથી સખત વાંધો અને વિરોધ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગઇકાલે ગૃહમંત્રી શાહ બંગાળ વિરૂધ્ધ કાવતરૂં રચી બીએસએફ જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ મુકયો તેમના પર લગામ મુકવા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી.