For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરે વાહ, BSNLએ 17 વર્ષમાં પહેલીવાર નફો કર્યો

11:19 AM Feb 15, 2025 IST | Bhumika
અરે વાહ  bsnlએ 17 વર્ષમાં પહેલીવાર નફો કર્યો

BSNL વિશે એક સારા સમાચાર સામે આવ્યા છે જે જણાવે છે કે કંપનીનો નફો 17 વર્ષમાં પહેલીવાર 262 કરોડ રૂૂપિયાને વટાવી ગયો છે. કંપનીએ 2007 પછી પહેલી વાર આ આંકડો પાર કર્યો છે. નફામાં આ વધારાનું કારણ ઝડપી નેટવર્ક વિસ્તરણ અને પોષણક્ષમ ભાવે સેવાઓ પૂરી પાડવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

Advertisement

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ લક્ષ્યાંક હાંસલ કરવામાં BSNL એ નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે નફો કર્યો છે, જે 17 વર્ષમાં પ્રથમ વખત થયો છે. આજે જાહેર કરાયેલા કમાણીમાં BSNL એ રૂૂ. 262 કરોડનો ત્રિમાસિક નફો મેળવ્યો છે.

કંપની દ્વારા કરવામાં આવેલા આ નફા અંગે BSNLના CMDએ. રોબર્ટ. જે રવિએ માહિતી આપી હતી કે અમે આ ત્રિમાસિક ગાળામાં અમારા નાણાકીય પ્રદર્શનથી ખુશ છીએ, જે ગ્રાહકો પર અમારા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું કે, નાણાકીય વર્ષના અંત સુધીમાં આવક વૃદ્ધિ 20% થી વધુ થવાની અમને અપેક્ષા છે.

Advertisement

આ સંદર્ભમાં ટેલિકોમ કંપનીએ અહેવાલ આપ્યો છે કે તેની મોબિલિટી સર્વિસીસ આવકમાં 15%નો વધારો થયો છે, જ્યારે ફાઇબર-ટુ-ધ-હોમ (ઋઝઝઇં) આવકમાં 18%નો વધારો થયો છે. ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં લીઝ્ડ લાઇન સર્વિસીસની આવકમાં 14%નો વધારો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement