For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યશસ્વી જયસ્વાલ ટાઇમ મેગેઝિનના ટોપ ઉભરતા 100 સિતારાઓમાં સામેલ

11:00 AM Oct 02, 2025 IST | Bhumika
યશસ્વી જયસ્વાલ ટાઇમ મેગેઝિનના ટોપ ઉભરતા 100 સિતારાઓમાં સામેલ

ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટાઈમ મેગેઝિને વિશ્વના 100 ઉભરતા સિતારાઓની યાદીમાં સ્થાન આપ્યું છે. જયસ્વાલ 2025 TIME 100 Next મા સામેલ થનાર દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે. 23 વર્ષીય આ યુવા બેટ્સમેને બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ યાદીમાં પોતાનું નામ આવવા પર ખુશી વ્યક્ત કરી.
યશસ્વીએ X (અગાઉનું ટ્વિટર) પર પોતાની પોસ્ટમાં લખ્યું કેટલો શાનદાર સમય છે! મને વર્ષ 2025ની ટાઈમ 100 નેક્સ્ટની યાદીમા ભવિષ્યને આકાર આપનારા નેતાઓ સાથે સામેલ કરવામાં આવ્યો છે. તેના પર મને ગર્વ છે. આ મને યાદ અપાવે છે કે હું કેટલો દૂર આવ્યો છું અને કેટલો આગળ જવા માંગુ છું.

Advertisement

યશસ્વી જયસ્વાલ હાલમાં અમદાવાદમાં છે. તેને 2 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂૂ થઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બુધવારે યશસ્વીએ ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 9 વાગ્યાથી શરુ થઇ છે TIME 100 Nextની શરૂૂઆત 2019 માં કરવામાં આવી હતી.

2019 માં ભારતની દોડવીર દુતી ચંદ આ સૂચિમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તે જ વર્ષે ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ આ લિસ્ટમાં સામેલ થનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા. ત્યારબાદ 2022 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement