ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિંધિયા-શિવરાજનો મુકાબલો કરશે યાદવેન્દ્ર અને શર્મા

11:33 AM Mar 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 14 નામ છે, આ ઉમેદવારો કુલ ચાર રાજ્યોના છે, જેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.મધ્યપ્રદેશની ગુના સીટ પરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે રાવ યાદવેન્દ્ર સિંહને તક આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે વિદિશાથી પ્રતાપ ભાનુ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

મધ્યપ્રદેશના ગુનામાં રાવ યાદવેન્દ્રસિંહ અને વિદિશામાં ભાનુ પ્રતાપ શર્મા ઉપરાંત દમોહથી તરવીરસિંહ લોધી, ઝારખંડની ખુંટીથી કાલીચરણ મુંડા, લોહરદગાથી સુખદેવ ભગત, હજારીબાગ બેઠક પરથી જય પ્રકાશભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.આ ઉપરાંત તેલંગાણામાં આદિલાબાદથી ડો.સુગુન કુમારી ચેલીમાલા, નિઝામાબાદથી તાતીપતિ જીવન રેડ્ડી, મેડકથી નીલમ મધુ અને ભૌંગિરથી ચમલા કિરણ કુમાર રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.કોંગ્રેસે ડોલી શર્માને ગાઝિયાબાદથી અને શિવરામ વાલ્મિકીને બુલંદશહેરથી લોકસભા ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય પાર્ટીએ સીતાપુરથી નકુલ દુબે અને મહારાજગંજથી વીરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

Tags :
indiaindia newspolitical newsPolitics
Advertisement
Advertisement