For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે કુસ્તી નહીં લડીએ અમે અંદરથી તૂટી ગયા

12:27 PM Aug 19, 2024 IST | admin
હવે કુસ્તી નહીં લડીએ અમે અંદરથી તૂટી ગયા

વિનેશ ફોગાટના પતિનું નિવેદન

Advertisement

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ શનિવારે પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ જીતી ચૂકેલા રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ વિનેશનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વિનેશે ભારત આવ્યા બાદ તેને સપોર્ટ કરનારા લોકોનો પણ આભાર માન્યો હતો.

વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠીએ કહ્યું, તમે જોઈ રહ્યા છો કે દોઢ-બે વર્ષથી શું ચાલી રહ્યું છે. અમારી સાથે કોઈ ફેડરેશન નથી. અમારી સાથે કોઈ નથી. અમે બધું જોયું છે, કોઈ નથી. અમારી સાથે જો કોઈ ઊભું ન હોય તો ખેલાડી શું કરી શકશે? તેણે આગળ કહ્યું, અમે હવે કુસ્તી નહીં લડીએ. અમે અંદરથી તૂટી ગયા છીએ. હવે અમે કોના માટે રમત રમીશું? અમે ખૂબ જ સમજી-વિચારીને કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અમારી સફર અહીં સુધીની હતી. હવે અમે નહીં કરીએ. આગળ કંઈપણ કરવા માટે સક્ષમ છીએ, અમે મેડલ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ હું આ માટે ખૂબ જ દિલગીર છું, અમે તે દેશ માટે કરી ના શક્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement