WPL: દિલ્હી કેપિટલ્સની સતત બીજી મેચમાં જીત, બેંગ્લોરની પ્રથમ હાર
- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ, મુંબઈ ઈન્ડિયન્સને સમાન 4-4 પોઈન્ટ
WPL 2024માં ગુરુવારે રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રને હરાવ્યું હતું. આ સાથે જ ઠઙક 2024નું પોઈન્ટ ટેબલ પણ ખૂબ જ રોમાંચક બની ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 195 રનનો વિશાળ ટાર્ગેટ હતો, પરંતુ સ્મૃતિ મંધાનાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાની સુકાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે આરસીબીને સિઝનની પહેલી હાર મળી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સે સિઝનની બીજી જીત મેળવી છે. આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 43 બોલમાં 74 રનની તોફાની ઈનિંગ રમી હતી.
ઓપનર સ્મૃતિ મંધાના અને સોફિયા ડિવાઈને પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 77 રન જોડ્યા હતા. સોફિયા ડિવાઈને 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ પછી એસ. મેઘનાએ 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. પરંતુ આ સિવાય બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. દિલ્હી તરફથી ઓપનર શેફાલી વર્માએ 31 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સિવાય એલિસ કેપ્સીએ 33 બોલમાં 46 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સની જીત પછી પોઈન્ટ ટેબલ ખૂબ જ રોમાંચક બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 4-4 પોઈન્ટ છે. જ્યારે યુપી વોરિયર્સના 2 પોઈન્ટ છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.