વાહ…5000ની વસ્તી ધરાવતા MPના પડિયાલ ગામમાં 100 IAS ઓફિસરો
7માંથી 4 બાળકો નીટ અને 3 જેઇઇ સરળતાથી પાસ કરે છે
ભારતનું એક એવું અનોખુ ગામ છે જ્યા હાલમાં 100થી વધુ ઈંઅજ ઓફિસરો છે. આ ઉપરાંત અહીં શિક્ષણનું વાતાવરણ એવું છે કે અહીંના 7માંથી 4 બાળકો ગઊઊઝ જેવી મુશ્કેલ પરીક્ષા અને 3 બાળકો ઉંઊઊ ખૂબ જ સરળતાથી પાસ કરે છે.
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂરના વિસ્તારમાં આવેલું આદિવાસી પ્રભુત્વ ધરાવતું પડિયાલ ગામ અધિકારીઓનું ગામના નામથી જાણીતુ છે.અહીં દરેક બાળક સિવિલ સર્વન્ટ, એન્જિનિયર કે ડોક્ટર બનવા માંગે છે. 5,000 થી વધુ વસ્તી ધરાવતા માલવા પ્રદેશના આ આદિવાસી પ્રભુત્વવાળા ગામમાં 100 થી વધુ લોકો ભારતના વિવિધ ભાગોમાં વહીવટી અધિકારીઓ તરીકે કામ કરી રહ્યા છે.
ગામની લગભગ 90 ટકા વસ્તી ભીલ જનજાતિની છે. ભીલ એક જાતીય સમુદાય છે જે મધ્ય પ્રદેશના રાજ્યો ધાર, ઝાબુઆ અને મધ્ય પ્રદેશના પશ્ચિમ નિમાર જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ધુલિયા અને જલગાંવમાં સહિત મધ્ય ભારતના રાજ્યોમાં રહે છે. તેઓ રાજસ્થાનમાં પણ જોવા મળે છે.
મધ્યપ્રદેશ સરકારના દાવા મુજબ પડિયાલ ગામનો સાક્ષરતા દર 90 ટકાથી વધુ છે. મધ્યપ્રદેશ સરકાર અનુસાર બે વર્ષ પહેલા સુધી આ ગામમાં વહીવટી અધિકારીઓની સંખ્યા 70 હતી, જે 2024માં 100ને પાર કરી જશે. આમાં લોઅર કોર્ટના ન્યાયાધીશ, ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ, ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ, ભારતીય એન્જિનિયરિંગ સેવાના અધિકારીઓ, ડોક્ટરો, પ્રોસિક્યુશન અધિકારીઓ, વન અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. જો કે આ ભીલ આદિજાતિનું પ્રભુત્વ ધરાવતા ગામની શિક્ષણની ગુણવત્તા અથવા સાક્ષરતા દરનો અંદાજ ત્યારે લગાવવામાં આવ્યો હતો જ્યારે 7 શાળાના બાળકોમાંથી 4 ની પસંદગી સફળતાપૂર્વક ગઊઊઝ પરીક્ષા પાસ કર્યા બાદ કરવામાં આવી હતી અને 3 અન્ય લોકોએ આ વર્ષે ઉંઊઊ ખફશક્ષત પરીક્ષા પાસ કરી હતી.
રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગામમાં દરેક ઘરમાંથી સરેરાશ એક સરકારી કર્મચારી છે, જે કુલ 300 છે. એવું કહેવાય છે કે અહીંના યુવાનોએ આઝાદી બાદથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.