'જેમ શ્વાન ભસે છે તેવી રીતે ભસનારા કાર્યકર્તાઓને..' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પોતાના જ કાર્યકરોને 'શ્વાન' સાથે સરખાવ્યા, જુઓ વિડીયો
દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી કોંગ્રેસની ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસનાં બૂથ લેવલનાં કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ નેતા સામેલ થયાં છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના બૂથ કાર્યકર્તાઓની પસંદગી પ્રક્રિયા વિશે કંઈક એવું કહ્યું કે ભાજપે તેમના પર હુમલો કર્યો. ખડગેએ કહ્યું કે "મોદીએ બધાનો સત્યાનાશ કરી દીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદતા સમયે જોવામાં આવે છે કે તે બરાબર રીતે ભસે છે કે નહીં એવી જ રીતે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ"
વધુમાં તેમેને કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ તો માત્ર PM મોદીનો નારો છે પણ તેમણે બધાને બરબાદ કરી દીધા છે. ખડગેએ એવું પણ કહ્યું કે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ.
ભાજપના નેતા અમિત માલવિયાએ આજે (3 ફેબ્રુઆરી) પોતાના X હેન્ડલથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વીડિયો એડ કરતાં લખ્યું કે," જે પાર્ટીનાં અધ્યક્ષ પોતાના સંગઠનની સૌથી મજબૂત અને મહત્વપૂર્ણ કડી 'બૂથ એજન્ટ'ને શ્વાન બનાવીને તેનો ટેસ્ટ લેવા ઈચ્છે છે તેની પાર્ટીની દુર્ગતી થવું નિશ્ચિત છે."
जिस पार्टी का अध्यक्ष अपने संगठन की सबसे मज़बूत और महत्वपूर्ण कड़ी “बूथ एजेंट” को “कुत्ता” बनाकर उसका टेस्ट लेना चाहता है तो उस पार्टी की दुर्गति होनी तय ही है।
शर्मनाक। pic.twitter.com/O7UdO0rJvl
— Amit Malviya (@amitmalviya) February 3, 2024
પીએમ મોદીની ટીકા થઈ રહી છે
મલ્લિકાર્જુન ખડગેએ આગામી લોકસભા ચૂંટણીને બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ ગણાવી. તેમણે કહ્યું, "જો તમે આ લડાઈમાં નિષ્ફળ થશો તો સમજી લો કે તમે કાયમ માટે પીએમ મોદીના ગુલામ બની જશો. જો તમે હિંમતભેર ભાજપ સામે નહીં લડો તો આવનારા દિવસોમાં યુવાનો, મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી સહન કરશે, તેઓ અત્યારે ભોગવી રહ્યા છે પણ ભવિષ્યમાં વધુ થશે.
'ન્યાય સંકલ્પ વર્કર્સ કોન્ફરન્સ'ને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "તેઓએ (ભાજપ) દર વર્ષે 20 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, આ નોકરીઓ ક્યાં છે? તેને પૂર્ણ ન કરવી એ મોદીની ગેરંટી છે. તેમણે કહ્યું કે હું બધા ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદીએ સબકા સાથ સબકા વિકાસનો નારો આપ્યો હતો, પરંતુ તેમણે બધાનો નાશ કર્યો.