યુપીમાં મહિલાઓ રાતપાળીમાં કામ કરશે તો ડબલ પગાર: કામકાજનો સમય વધારી 12 કલાક કરાયો
ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓ અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે, રાજ્યની મહિલાઓ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે, જો તેઓ તેની સંમતિ આપે. આ નિર્ણયને મહિલાઓને વધુ રોજગારની તકો પૂરી પાડવા અને કાર્યસ્થળમાં સમાનતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. નવા સરકારી આદેશ મુજબ, રાત્રે કામ કરતી મહિલા કર્મચારીઓને બમણું વેતન ચૂકવવામાં આવશે.
રાત્રે કામ કરતી વખતે તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને સુરક્ષા ગાર્ડ, સીસીટીવી દેખરેખ અને પરિવહન પણ પૂરું પાડવામાં આવશે. મહિલાઓ અઠવાડિયામાં છ દિવસ સુધી કામ કરી શકશે, જ્યારે ઓવરટાઇમ મર્યાદા 75 કલાકથી વધારીને 144 કલાક પ્રતિ ક્વાર્ટર કરવામાં આવી છે. ઓવરટાઇમ માટે તેમને તેમના સામાન્ય વેતનથી બમણું ચૂકવવામાં આવશે.
સરકાર જણાવે છે કે આ નિર્ણયનો હેતુ મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાથી રોકવાને બદલે તેમને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ પૂરું પાડવાનો છે. આ નિર્ણય સાથે, સરકારે ઉદ્યોગોને વધુ સુગમતા પૂરી પાડવા માટે ફેક્ટરી કાયદા, 1948 માં સુધારો કર્યો છે. નવા નિયમો હેઠળ
કામના કલાકો હવે 9 કલાકથી વધારીને 12 કલાક કરી શકાય છે, જો કે કુલ સાપ્તાહિક કામના કલાકો 48 થી વધુ ન હોય. ઉદ્યોગોમાં કાર્યપ્રવાહ જાળવવા માટે કર્મચારીને વિરામ વિના 6 કલાક સુધી કામ કરાવવામાં આવી શકે છે. મહિલાઓને ઓવરટાઇમ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેમને સમાન તક અને સમાન પગારનો અધિકાર મળશે.આ સરકારી આદેશ સામાન્ય ઉદ્યોગો પૂરતો મર્યાદિત નથી. તે જોખમી ઉદ્યોગોની 29 શ્રેણીઓ પર પણ લાગુ થશે, જ્યાં મહિલાઓ હવે તેમની સંમતિથી કામ કરી શકે છે. આ માટે ખાસ સલામતી અને આરોગ્ય જોગવાઈઓનું પાલન કરવાની જરૂૂર પડશે.