For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં વરુનો આતંક, 9નાં મોત, 34 ગામમાં ભયનું સામ્રાજ્ય

11:13 AM Aug 29, 2024 IST | admin
યુપીમાં વરુનો આતંક  9નાં મોત  34 ગામમાં ભયનું સામ્રાજ્ય

યોગી સરકારે 200 કર્મચારીનું ‘ઓપરેશન ભેડિયા’ શરૂ કર્યુ

Advertisement

ઉત્તર પ્રદેશમાં વરૂૂના હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આદમખોર વરૂૂનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યો છે, જેના કારણે 34 ગામના લોકો ભયભીત છે. હવે આ મામલે રાજકારણ પણ શરૂૂ થઈ ગયું છે, તો બીજીતરફ મુખ્યમંત્રી યોગી સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. વરૂૂના હુમલામાં નવ લોકોના મોત થયા બાદ તંત્ર દ્વારા ‘ઓપરેશન ભેડિયા’ શરૂૂ કરવામાં આવ્યું છે.
મળતા અહેવાલો મુજબ માનવભક્ષી વરૂૂએ બદરાઈચમાં સોમવારે હુમલો કર્યો હતો અને માતાની પડખે સુઈ રહેલા બાળકને ઉઠાવી ગયો છે. બાળકનો મૃતદેહ મંગળવારે સવારે 500 મીટર દૂર મળી આવ્યો હતો. વરુ બાળકનું માથું ખાઈ ગયો હતો, બાળકના આખા શરીર પર નિશાન જોવા મળ્યા હતા. વરુએ રવિવારે પણ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. આમ 24 કલાકમાં વરૂૂના હુમલામાં બેના મોત થયા હતા. રાજ્યમાં આદમખોર વરુના હુમલામાં 47 દિવસમાં નવના મોત અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ તમામ ગ્રામજનો ભયભીત છે.

વન વિભાગના જણાવ્યા મુજબ વરૂૂના હુમલામાં લગભગ 35 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત છે. વન વિભાગની નવ ટીમોના 200 કર્મચારીઓ વરૂૂને પકડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ ઉપરાંત ત્રણ ડીએફઓ પણ ઓપરેશનમાં જોડાયા છે. વરૂૂ પર ઈઈઝટ અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. બે દિવસની તપાસ દરમિયાન ડ્રોન કેરેમાં ચાર વરૂૂ જોવા મળ્યા છે.

Advertisement

વરૂૂના હુમલાની ઘટના બાદ ડીએમ મોનિકા રાનીએ કહ્યું કે, મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂૂપિયાની આર્થિક સહાય અપાશે ક્રિટિકલ ગેપ ફંડ હેઠળ આ હુમલાઓથી પ્રભાવિત ગામોમાં 20 લાખ રૂૂપિયાની રકમથી સોલર અને હાઈમાસ્ટ લાઈટો લગાવાશે.

અત્યાર સુધીમાં ત્રણ વરૂૂ પકડાયા છે. 18 ઓગસ્ટે હરડી વિસ્તારના સિસૈયા ચુડામણીમાં વરૂૂ પાંજરામાં પૂરાયો હતો. આ પહેલા કુલૈલા ગામમાં નર વરૂૂને પાંજરામાં કેદ કરાયો હતો. અગાઉ એક માદા વરૂૂને પણ પકડવામાં આવ્યો હતો. મક્કા પુરવા અને કુલૈલામાં ચાર પાંજરા મુકવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement