For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશમાં ગરીબી સ્તર 5 ટકા નીચે આવી ગયું: નીતિ આયોગનો દાવો

05:45 PM Feb 26, 2024 IST | Bhumika
દેશમાં ગરીબી સ્તર 5 ટકા નીચે આવી ગયું  નીતિ આયોગનો દાવો
  • નેશનલ સેમ્પલ સરવેના રિપોર્ટને ટાંકતા નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યને કહ્યું, ગરીબીની શ્રેણીમાં આવતા લોકોનો સરેરાશ વપરાશ ખર્ચ સમાન

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. નીતિ આયોગના રિપોર્ટમાંથી આ માહિતી મળી છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે રવિવારે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વે દર્શાવે છે કે ભારતનું ગરીબી સ્તર 5 ટકાથી નીચે આવી ગયું છે અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ બની રહ્યા છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (એનએસએસઓ) દ્વારા શનિવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, 2011-12ની સરખામણીમાં 2022-23માં માથાદીઠ માસિક ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ થવાનો છે, જે દેશમાં સમૃદ્ધિના વધતા સ્તરને દર્શાવે છે.સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ગ્રાહક ખર્ચ સર્વેક્ષણ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા ગરીબી નાબૂદીના પગલાંની સફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે સર્વેક્ષણમાં વસ્તીને 20 વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે અને ડેટા દર્શાવે છે કે તમામ શ્રેણીઓ માટે સરેરાશ માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂા. 3,773 અને શહેરી વિસ્તારોમાં રૂા. 6,459 છે. તળિયે 0-5 ટકા વર્ગનો માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂૂ. 1,373 અને શહેરી વિસ્તારોમાં રૂા. 2,001 હોવાનો અંદાજ છે.

Advertisement

નીતિ આયોગના સીઈઓએ જણાવ્યું હતું કે જો આપણે ગરીબી રેખાને લઈએ અને તેને ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) સાથે આજના દર સુધી લઈ જઈએ, તો આપણે જોઈશું કે નીચેની 0-5 ટકા શ્રેણીનો સરેરાશ વપરાશ લગભગ સમાન છે. મતલબ કે દેશમાં ગરીબી માત્ર 0-5 ટકા જૂથમાં જ છે. તેણે કહ્યું કે આ મારું મૂલ્યાંકન છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ તેનું વિશ્ર્લેષણ કરશે અને એકદમ સાચા આંકડાઓ બહાર લાવશે.

સુબ્રમણ્યમે કહ્યું કે ડેટા દર્શાવે છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વપરાશમાં લગભગ 2.5 ગણો વધારો થયો છે.સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે સર્વેક્ષણ એ પણ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ શહેરી વિસ્તારો કરતાં વધુ ઝડપથી વધી રહ્યો છે, જે બે પ્રદેશો વચ્ચેની અસમાનતાને ઘટાડે છે. સર્વેક્ષણમાં સરકારી કલ્યાણ યોજનાઓના લાભોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેણે ગરીબ પરિવારોના વપરાશમાં ફાળો આપ્યો છે જેમણે તેમના બાળકો માટે મફત અનાજ અને સામાન જેમ કે સાયકલ અને શાળા ગણવેશ મેળવ્યા છે.

Advertisement

ગ્રામીણ પરિવારોની સરખામણીએ ખેતી પર નિર્ભર પરિવારોની ખર્ચ ક્ષમતા ઘટી રહી છે

સામાન્ય ગ્રામજનોની સરખામણીએ, ખેતી સાથે સંકળાયેલા પરિવારોની માસિક ખર્ચ ક્ષમતામાં ઘટાડો થયો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન- ગજજઘ ના હાઉસહોલ્ડ ક્ધઝમ્પશન એક્સપેન્ડીચર સર્વે (ઇંઈઊજ) સંબંધિત સર્વેમાં આ વાત સામે આવી છે. અહેવાલ દર્શાવે છે કે કૃષિ પર નિર્ભર પરિવારોનો સરેરાશ ખર્ચ 2022-23 (ઓગસ્ટ-જુલાઈ)માં રૂા.3,702 હતો જ્યારે ગ્રામીણ પરિવારોનો સરેરાશ ખર્ચ રૂા.3,773 હતો.
ગજજઘ ડેટા દર્શાવે છે કે સામાન્ય ગ્રામીણ પરિવારોની સરખામણીમાં કૃષિ પર નિર્ભર પરિવારોની માસિક ખર્ચ ક્ષમતા સતત ઘટી રહી છે. તેનો અર્થ એ છે કે તે ખેતીમાંથી વધુ નફો મેળવી શકતો નથી. 1999-2000માં કૃષિ પરિવારોનો ખઙઈઊ (માસિક માથાદીઠ વપરાશ ખર્ચ) રૂા.520 હતો, જ્યારે ગ્રામીણ પરિવારોની એકંદર સરેરાશ રૂા.486 હતી. પરંતુ 2004-05માં આ અંતર વધુ સંકુચિત થયું. કૃષિ પરિવારોના ખઙઈઊ ઘટવા લાગ્યા અને 583 રૂૂપિયા પર આવ્યા. તે જ સમયે, ગ્રામીણ પરિવારોની ખર્ચ શક્તિમાં વધારો થયો હતો અને તેમની કુલ સરેરાશ રૂા.559 પર પહોંચી હતી. 2011-12માં આમાં થોડો ફેરફાર થયો હતો પરંતુ તે વધારે નહોતો. જ્યાં કૃષિ પરિવારોનો ખઙઈઊ રૂા.1,436 હતો અને સરેરાશ ગ્રામીણ ખર્ચ રૂા.1,430 હતો. અર્થશાસ્ત્રીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાના વૈવિધ્યકરણને આનું એક સંભવિત કારણ માને છે. મતલબ કે ખેતી સિવાય હવે ગામડાઓમાં મોટી સંખ્યામાં આવી નોકરીઓ આવી છે જે લોકો માટે આવકનું સાધન બની રહી છે અથવા લોકો ખેતી છોડીને અન્ય નોકરીઓમાં લાગી ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement