For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

23 વર્ષમાં 23 યોજનાથી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને નંબર-1 બનાવ્યું

11:08 AM Oct 11, 2024 IST | admin
23 વર્ષમાં 23 યોજનાથી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને નંબર 1 બનાવ્યું

‘અગ્નિપથ’પર ચાલીને આવેલા મુખ્યમંત્રીએ નવી દિશા-અમલીકરણથી ગુજરાતીઓને વિશ્ર્વફલકે ડંકો વગાડતા કરી દીધા

Advertisement

વિકાસ સપ્તાહ : શ્રી નરેન્દ્ર મોદીના શાસન કાળના સફળ 23 વર્ષ અને 23 નવતર પહેલથી ઉજ્જવળ બન્યો ગુજરાતનો વિકાસ

નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર, 2001ના દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું એ ઘટનાને આજે 23 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે. આજે તેઓ દેશના સક્ષમ વડાપ્રધાન તરીકે કાર્યરત છે અને તેઓ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા તરીકેની નામના ધરાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તત્કાલીન સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વેગ આપનારી 23 ઇનોવેટીવ પહેલથી ગુજરાતને વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું જેની એક ટૂંકી ઝલક આ લેખાંકમાં જોવા મળશે :

Advertisement

  1. જ્યોતિ ગ્રામ યોજના
    નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાતમાં વીજળીની ગંભીર સમસ્યા હતી. આ વિકટ સમસ્યાને દુર કરવા જ્યોતિગ્રામ યોજનાનું બીજ રોપાયું. આ યોજનાના આજે દરેક ગામને સતત ચોવીસ કલાક વીજ પુરવઠો આપનાર દેશનું પ્રથમ રાજય ગુજરાત બન્યું.
  2. નર્મદા પરિયોજના (સરદાર સરોવર ડેમની વાત)
    ગુજરાતના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે નરેન્દ્રભાઈની લાંબી લડત, ઉપવાસો અને સંઘર્ષોના લોકો સાક્ષી છે. તેમની લડત થકી જ નર્મદા નદી પર સરદાર સરોવર બંધનું કામ ઝડપથી આગળ વધ્યુ. એટલું જ નહિ, તેઓ વડાપ્રધાન બન્યાના બે જ અઠવાડીયમાં ડેમને પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની તેમણે મંજૂરી આપી.
  3. સુજલામ સુફલામ યોજના
    નર્મદાના વહી જતા લાખો ક્યૂસેક પાણીને પાઇપલાઇનો દ્વારા ઉત્તર ગુજરાત સુધી પહોંચાડવાનો નિર્ધાર શ્રી નરેન્દ્રભાઈ મોદી કર્યો અને સુજલામ્ સુફલામ્ યોજના અમલી બનાવી. આ યોજના થકી પાણીના ભૂગર્ભમાં પાણીના સ્તર ઊંચા આવ્યાં, ડાર્કઝોન હટાવવામાં સફળતા મળી, જળ સંચય થતા ભૂગર્ભજળના સ્તર ઉંચા આવ્યાં.
  4. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ
    ગુજરાતની વ્યપારી વિલક્ષણતાને વિશ્વસ્તરે મૂકીને વિદેશી મૂડી રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવાની દૂરંદેશિતાથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં પ્રથમ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું. આજે નેનો પ્રોજેક્ટ, ફોર્ડ પીજોટ, મારુતિ જેવા અનેક ઔદ્યોગિક એકમોએ રાજ્યમાં પ્લાન્ટ સ્થાપ્યા જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને બળ મળ્યું અને અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ. જઈંછ, જઊણ જેવા આયોજનો થતાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના કારણે દરિયા કિનારાવાળું ધોલેરા આનું કેન્દ્ર બન્યું.
  5. ચિરંજીવી યોજના
    રાજ્યમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવા નરેન્દ્રભાઇ મોદીએ ચિરંજીવી યોજના અમલી કરી.
  6. ક્ધયા કેળવણી શાળા પ્રવેશોત્સવ
    ગુજરાતમાં ક્ધયાકેળવણીનો દર વધારવા અને દીકરીઓને શિક્ષિત કરીને ત્રણ પેઢીઓને ઉજળી કરવાના હેતુસર મોદીજીએ ક્ધયા કેળવણી શાળા પ્રવેશોત્સવથની યોજના અમલી કરાવી.
  7. વનબંધુ કલ્યાણ યોજના
    શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂૂઆત કરી.
  8. સાગરખેડુ સર્વાંગીણ વિકાસ યોજના
    રાજ્યના 1600 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટીના દૂર સુદૂરના ગામોને વિકાસના ફળ પહોચાડવા માટે નસાગર ખેડુ સર્વાંગી વિકાસ યોજનાથનો પ્રારંભ કરાવ્યો.
  9. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ
    સામાન્ય માણસની ફરિયાદનો તાલુકા-જિલ્લા સ્તરે નિકાલ લાવવા લોકો સીધા મુખ્યમંત્રીને તેમની ફરિયાદ કરી શકે એવી વ્યવસ્થા એટલે નસ્વાગત ઓનલાઈનથ, જેની શરૂૂઆત સહૃદયી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરી હતી. આ કાર્યક્રમ અવિરતપણે 20 વર્ષથી રાજ્યમાં યોજાઇ રહ્યો છે.
  10. ગરીબ કલ્યાણ મેળા
    સામાન્ય માણસને સરકારી કામો કરાવવા માટે ઓછી સમજણને કારણે વચેટિયાઓનો સહારો લેવો પડતો હતો. આ દૂષણ દૂર કરવા શ્રી નરેન્દ્રભાઈએ અધિકારીઓને ગામડાઓમાં ઘરે ઘરે મોકલી તેમને કઈ સરકારી સહાય મળી શકે છે તેની સમજણ આપવા નગરીબ કલ્યાણ મેળાથ શરુ કર્યા
  11. 11 . કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળા
    કૃષિ વૈજ્ઞાનિકોની તજજ્ઞતાનો સીધો જ લાભ ખેડૂતોને મળે તે માટે ગામેગામ કૃષિરથ તથાપશુ આરોગ્ય મેળા દ્વારા પશુપાલકોને પશુઓના આરોગ્ય વિશે અને સારસંભાળ વિશે વધુ માહિતી મળી રહે તે માટે રાજ્યમાં કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળાનો શ્રી નરેન્દ્રભાઈએ અમલ કરાવ્યો.
  12. 12 . પ્રવાસન વિકાસ ખૂશ્બુ ગુજરાત કી કેમ્પેઇન
    નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ઉજાગર કરવા ખૂશ્બુ ગુજરાત કી કેમ્પેન દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોને દેશ દુનિયાની સામે પ્રસ્તૂત કર્યા. કચ્છના ધોરડો ખાતે રણઉત્સવ શરૂૂ કરાવ્યો. જેને ઞગઝઘ એ બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીક બિરદાવ્યું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને ગુજરાતના પ્રવાસનને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકી દીધું છે. ગુજરાતના ગરબાને સમગ્ર વિશ્વ જાણે અને માણે તે માટે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શરૂૂઆત કરાવી. આજે ગુજરાતની ગરવી મિરાત ગરબાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સામેલ કર્યા છે.
  13. ઇ-ગ્રામ વિશ્વગ્રામ
    ગુજરાતના ગામે ગામ સરકારી સેવાઓ પહોંચે અને નાના-નાના કામ માટે ગામડાના લોકોને તાલુકા-જિલ્લા કેન્દ્રો સુધી ન જવું પડે તે માટે ગ્રામ પંચાયતોને જી-સ્વાન નેટવર્કથી જોડીઓનલાઇન સુવિધાઓ ઉભી કરી. આજે રાજ્યની 18,000 થી વધુ પંચાયતો આ નેટવર્ક સાથે જોડાયેલી છે અને 300 જેટલી સુવિધાઓ ઓનલાઇન મળી રહી છે.
    14 . સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
    ગુજરાતની સ્થાપનાના 50 વર્ષના અવસરે તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી કરી. જેના પરિણામે આજે ગુજરાતન શહેરોમાં આજે વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે.
    15 . ખેલ મહાકુંભ
    ગુજરાતના બાળકો અને યુવાનોમાં ખેલ માટેની ભાવના વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂૂઆત કરાવી. ખેલ મહાકુંભના કારણે ગુજરાતના દરેક તાલુકામાં આજે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થયું છે. ગુજરાતમાં રોપ્યું, જેનો પડઘો આજે ટોકિયો ઓલમ્પિકમાં પડ્યો છે.
    પેરાઓલમ્પિકમાં પણ દિવ્યાંગ ખેલાડીને પણ સરકાર પ્રોત્સાહન આપે છે. ગુજરાત હવે 2036માં ઓલિમ્પીકની યજમાની કરવા સજ્જ થઈ રહ્યું છે.
  14. સૌની યોજના
    નર્મદા નદીના પૂરના વહી જતાં લાખો ક્યૂસેક પાણીને કેનાલ નેટવર્ક દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચાડવા માટે સૌની યોજના અને કચ્છ બ્રાંચ કેનાલ યોજના અમલમાં મૂકી.
  15. ચારણકા સોલાર પાર્ક (આર.ઈ. પાર્ક સુધી પહોંચ્યા)
    શ્રી નરેન્દ્ર મોદીની આગવી સૂઝ અને વિઝનના લીધે ગુજરાતમાં 800 મેગાર્વાટનો દેશનો પહેલો ચારણકા સોલાર પાર્ક તૈયાર થયો. આ પ્રોજેક્ટની સાથે જ ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું જેણે પોતાની સોલાર પોલિસી બનાવી હતી. શ્રી મોદીના પ્રયાસોના કારણે ગુજરાત આજે દેશનું રિન્યૂએબલ એનર્જી કેપિટલ બન્યું છે. આજે કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો, 30 ગીગા વોટનો રિન્યૂએબલ એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે.
  16. મુખ્યમંત્રી અમૃતમ યોજના
    ગરીબ પરિવારોને સારી સારવાર માટે આર્થિક સહાયતા પૂરી પાડવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી અમૃતમ મા યોજના શરુ કરી. આ યોજના સમગ્ર દેશમાં નપઆયુષ્માન ભારત યોજનાથથ તરીકે લાગૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આયુષ્માન ભારત-મા યોજના અંતર્ગત નાગરિકોને હવે 10 લાખ સુધીની સહાય મળી રહી છે.
  17. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ
    રાજ્યમાંથી કુપોષણની સામાજિક સમયસ્યા ઓછી કરવા અને મહિલાલક્ષી નીતિઓના સુચારૂૂ અમલ માટે એક અલાયદી વ્યવસ્થાની જરૂૂર હતી. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં એક નઅલગથ મહિલા અને બાળકલ્યાણ વિભાગની શરૂૂઆત કરાવી અને યોગ્ય બજેટની ફાળવણી કરી. હવે આ જ સશ્ક્ત માળખા દ્વારા ગર્ભવતી બહેનોની ખાસ સંભાળ રાખવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી કરવામાં આવી છે.
  18. સાબરમતિ રિવરફ્રન્ટ
    અમદાવાદની સાબરમતી નદીમાં પાણી રહે અને તેના બંને કિનારે વિશ્વકક્ષાનો રિવરફ્રંટ તૈયાર થાય તે માટે શ્રી નરેન્દ્રભાઈએ રિવરફ્રંટ પ્રોજેક્ટ શરૂૂ કરાવ્યો. સાબરમતી રિવરફ્રંટ દેશનો પહેલો રિવરફ્રંટ બન્યો છે. આ રિવરફ્રંટ ખાતે સ્પોર્ટ્સ સંકુલ, સહેલાણીઓ માટે બોટિગક્રુઝ ની વ્યવસ્થા અને અટલબ્રિજ જેવા પ્રકલ્પો ઉભા થયા છે.
  19. ગિફ્ટ સિટી
    વિશ્વના બદલાતા પ્રવાહો અને આર્થિક બજારની બદલાતી દિશાઓને જોતા શ્રી નરેન્દ્રભાઈએ દેશનું પહેલું ફાઇનાન્સિયલ ટેક સિટી ગિફ્ટ સિટીની શરૂૂઆત કરાવી. ગિફ્ટ સિટી આજે દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે. ગિફ્ટ સિટીમાં 550 જેટલા ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર રજિસ્ટર્ડ છે. ગિફ્ટ સિટીમાં 450 જેટલા ફિનટેક કાર્યરત થયા છે.
  20. ધોલેરા SIR
    રાજ્યમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન વિકસાવવાના નિર્ધાર સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ ખાસ ધોલેરા જઈંછ ના વિકાસને આકાર આપ્યો. ધોલેરા એસ.આઇ.આર.નું ઉદ્દેશ્ય એ છે કે આ વિસ્તારને વિશ્વના સ્તર પરના ઉદ્યોગો, વિદેશી રોકાણ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવવાનું છે.
  21. ક્લાયમેટ ચેન્જ વિભાગ
    વિશ્વમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની શરૂૂઆત કરાવી. આ દેશનો પહેલો ક્લાઇમેટ ચેન્જ વિભાગ હતો. રિન્યૂએબલ ઊર્જાનો ઉપયોગ કેવી રીતે વધે, રાજ્યમાં કાર્બન ફૂટપ્રિંટ કેવી રીતે ઘટે, ગ્રીન ગેસનું ઉત્સર્જન ઘટે તે બધા વિષયો પર આ વિભાગ કામ કરી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement