ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, પરાજય ભૂલીને બહાર આવવા વિપક્ષને મોદીની ટકોર

11:04 AM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નીતિ ઉપર ચર્ચા કરવા આહ્વાન

Advertisement

15 દિવસના કામકાજમાં અણુક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવા, તમાકુ-ગુટખા પર સેસ સહિત 14 ખરડા રજૂ થશે

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. સત્ર તોફાની રહેવાની ધારણા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નવી FIR પર કોંગ્રેસ ગુસ્સે છે. વધુમાં, દેશમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે ગરમાગરમ ચર્ચા થઈ શકે છે. 12 રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) પ્રક્રિયા અંગે વિપક્ષે સંસદમાં સરકારને ઘેરવાની યોજના બનાવી છે. વધુમાં, તેમણે દિલ્હી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો અને દિલ્હી-NCRમાં બગડતી પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે, જેનાથી તોફાની સત્રની શક્યતા વધી ગઈ છે.

બીજી તરફ સંસદના સત્રના પ્રારંભ પહેલા મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન મોદીએ વિપક્ષને ચૂંટણીઓનો પરાજય ભૂલી બહાર આવવા અને સંસદમાં નારેબાજી કરવાને બદલે નીતિઓ ઉપર ચર્ચા કરવા અપીલ કરી હતી. પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષો ડ્રામેબાજી નહીં પણ ડિલેવરી કરે.

ગુટખા અને પાન મસાલા પર સરકારે કડક કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 15 બેઠકો થશે. સરકારનું ધ્યાન 14 બિલ પસાર કરવા પર છે. સરકાર નાદારી કાયદો, વીમા કાયદો, સિક્યોરિટીઝ માર્કેટ, કોર્પોરેટ કાયદો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ઉચ્ચ શિક્ષણ આયોગ, અણુ ઊર્જા, GST અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સેસ સંબંધિત બિલ રજૂ કરશે.
શિયાળુ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારી વિપક્ષે કરી છે. SIR પ્રક્રિયાના મુદ્દા પર વિપક્ષ સંપૂર્ણપણે એકજૂથ છે. કોંગ્રેસથી લઈને TMC, સમાજવાદી પાર્ટી અને DMK સુધી, તમામ પક્ષોએ મતદાર યાદી સુધારણા (SIR ) સામે સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરી છે. વિપક્ષે સરકારને સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવા પણ વિનંતી કરી છે.

સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠકમાં, બધા નેતાઓએ સર્વાનુમતે SIR મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે SIR દરમિયાન ઇકઘતની આત્મહત્યા એક ગંભીર મુદ્દો છે અને તેને સંસદમાં ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે SIR ના નામે, ભાજપ પછાત, દલિત, વંચિત અને ગરીબ મતદારોને યાદીમાંથી બાકાત રાખીને પોતાની ઇચ્છા મુજબ મતદાર યાદીઓ તૈયાર કરી રહી છે. સાંસદોએ આ મુદ્દો ઉઠાવવો જોઈએ.

મોદીના પ્રશંસક શશી થરૂર કોંગ્રેસની બેઠકોમાં ગેરહાજર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂર ફરી એકવાર મહત્વપૂર્ણ કોંગ્રેસની બેઠકમાંથી ગેરહાજર રહ્યા. તેમણે અગાઉ એક દિવસ પહેલા જ પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી હોવા છતાં, SIR સંબંધિત બેઠક છોડી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી દૂર રહેતા જોવા મળ્યા છે. તેમણે વારંવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકારના નિર્ણયોની પ્રશંસા કરી છે. તેમણે તાજેતરમાં સ્વાસ્થ્ય કારણોસર SIR સામે રણનીતિ બનાવવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠક પણ ચૂકી ગયા હતા. તેઓ સંસદના શિયાળુ સત્ર માટેની રણનીતિ સંબંધિત બેઠકમાંથી પણ ગેરહાજર રહ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે એક દિવસ પહેલા જ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર હતા.

Tags :
indiaindia newsParliamentpm modiwinter session
Advertisement
Next Article
Advertisement