For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજથી સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત: કેન્દ્ર સરકાર લઇને આવશે 19 બિલ, આ મુદ્દે સત્રમાં થઈ શકે છે હંગામો

10:51 AM Dec 04, 2023 IST | Bhumika
આજથી સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત  કેન્દ્ર સરકાર લઇને આવશે 19 બિલ  આ મુદ્દે સત્રમાં થઈ શકે છે હંગામો

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 4 ડિસેમ્બર એટલે લે આજથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 15 બેઠકો થશે.આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે કારણ કે સત્રના પહેલા જ દિવસે 'કેશ ફોર ક્વેરી' કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથે સંબંધિત એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટમાં મહુઆને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે.

Advertisement

જો લોકસભા આ રિપોર્ટને મંજૂરી આપશે તો મોઇત્રાનું સભ્યપદ સમાપ્ત થઈ જશે. આ સિવાય સંસદના શિયાળુ સત્રમાં અનેક બિલો રજૂ કરવામાં આવી શકે છે. શિયાળુ સત્રમાં, સરકાર ગૃહમાં 7 નવા બિલ રજૂ કરી શકે છે, જેમાં તેલંગાણામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના માટેનું બિલ અને જમ્મુ-કાશ્મીર અને પુડુચેરી વિધાનસભામાં મહિલાઓને અનામત આપવાનું બિલ સામેલ છે.

આ ઉપરાંત, IPC, CRPC અને ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટને બદલવા માટે પ્રસ્તાવિત કાયદાઓ પણ રજૂ કરવામાં આવશે. શિયાળુ સત્રમાં ઈન્ડિયન જસ્ટિસ કોડ બિલ-2023, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ બિલ-2023 અને ઈન્ડિયન એવિડન્સ બિલ-2023 સહિત વિવિધ બિલો પર પણ ચર્ચા થઈ શકે છે.

Advertisement

તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્રમાં ત્રણ રાજ્યોમાં મળેલી કારમી હારથી નિરાશ થયેલા વિપક્ષો એક થઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે, પરંતુ જીત પર ગર્વ અનુભવી રહેલી ભાજપ ચૂપ નહીં રહે. તે વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કરશે. આ સમયગાળા દરમિયાન સત્ર તોફાની બની શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement