નવા ઉપરાષ્ટ્રપતિ નીતિશકુમાર કે શશી થરૂર?
મનોજસિંહા પણ ચર્ચામાં,ધનખડના અચાનક રાજીનામાથી દેશની જનતા સ્તબ્ધ
ધનખડ ખરેખર બીમાર છે કે બીમારીના બહાને ઘરે બેસાડી દેવાયા?
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગઈકાલે સાંજે અચાનક જ રાજીનામું ધરી દેતા દેશભરમાં ભારે ચર્ચા જાગી છે કે ધનખડે ખરેખર નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે કે પછી સતાધારી પક્ષ એન.ડી.એ.ની આ કોઈ મોટી રાજકીય ચાલ છે?
ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ આટલી મોટી રાજકીય ઉથલપાથલના કારણે દેશભરમાં અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે જોકે સત્ય હકીકત તો જગદીશ ધનખડજ આપી શકે છે. તેમના અચાનક રાજીના માંથી દેશની જનતાની સાથે સાંસદો પણ અવાચક થઈ ગયા છે અને અચાનક એવું શું બન્યું કે ઉપરાષ્ટ્રપતિએ તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું.
બીજી તરફ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા બાદ હવે નવા ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદારોના નામોની ચર્ચાઓ શરૂૂ થઈ છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર તેમજ કોંગ્રેસના સિનિયર નેતા શશી થરુર ઉપરાંત જમ્મુ કાશ્મીરના ગવર્નર મનોજ સિંહા સહિતના નામોનો સમાવેશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના રાજીનામા પાછળ જે પણ કારણ હોય પરંતુ બીમારીનું કારણ દેશની જનતાના માન્યામાં આવતું નથી. આ રાજીના માંથી દેશભરમાં એક નવી જ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે કે બંધારણીય પદ ઉપર બેઠેલી વ્યક્તિને પણ કોઈ રાજકીય પક્ષ પોતાના નિશ્ચિત ગોલ સિદ્ધ કરવા માટે રાજીનામું અપાવી શકે છે, જો આ વાત સત્ય હોય તો લોકશાહી માટે ઘણી જ ઘાતક ગણી શકાય.
ધણખડે રાજીનામું આપ્યા બાદ હવે ભાજપ પોતાના જ કોઈ નેતાને સાંસદ બનાવે છે કે પછી નવી રાજકી ચાલ ચાલે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે. ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની ક્ષમતા હવે પૂરી થઈ ગઈ છે અને બિહારની આગામી ચૂંટણીમાં સાપ પણ મરે અને લાઠી પણ ભાંગે નહીં તે કહેવત મુજબ નીતિશકુમારને ઉપ રાષ્ટ્રપતિ પદ આપી બિહારના મુખ્યમંત્રીની ખુરશી ભાજપ પોતાના કબજામાં લઈ શકે છે.
આ સિવાય કોંગ્રેસના સિનિયર નેતા શશી થરુર હાલ ભાજપ સાથે ઇલુ ઇલુ કરી રહ્યા છે અને કોંગ્રેસ ને અરીસો બતાવી રહ્યા છે ત્યારે શશી તરુણને ઉપ રાષ્ટ્રપતિ બનાવી કોંગ્રેસને ઝઘડો ઝટકો આપી શકે છે. નીતીશકુમાર અને શશી થરુર સિવાય જમ્મુ કાશ્મીરના હલ મનોજ સિંહા પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે