બીજા બાળક માટે સરોગસી પરનો પ્રતિબંધ હટશે ? સોમવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટ આ સુનાવણી દરમિયાન નિર્ણય કરશે કે શું સરકારે બીજા બાળક માટે સરોગસી પર જે પ્રતિબંધ લગાવ્યો છે, તે નાગરિકોના પ્રજનન અધિકારો મા હસ્તક્ષેપ છે કે નહીં. આ મામલો ખાસ કરીને એવા દંપતીઓ સાથે જોડાયેલો છે જેઓ સેક્ધડરી ઇન્ફર્ટિલિટી એટલે કે પહેલું બાળક થયા પછી ફરીથી સંતાન મેળવવામાં અસમર્થ છે.
વર્તમાન કાયદા મુજબ, જો કોઈ દંપતીને એક જીવિત બાળક હોય (ભલે તે જૈવિક હોય, દત્તક લીધેલું હોય કે સરરોગસીથી જન્મેલું હોય), તો તેમને બીજી વાર સરરોગસીની પરવાનગી આપવામાં આવતી નથી. જો પહેલું બાળક માનસિક કે શારીરિક રીતે વિકલાંગ હોય અથવા કોઈ અસાધ્ય બીમારીથી પીડિત હોય, તો જિલ્લા મેડિકલ બોર્ડની ભલામણ અને સંબંધિત ઓથોરિટીની મંજૂરી બાદ સરરોગસીની પરવાનગી મળી શકે છે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની ખંડપીઠે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પ્રતિબંધ દેશની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને યોગ્ય લાગી શકે છે. જોકે, કોર્ટે એ પણ સ્વીકાર્યું કે આ મામલો નાગરિકોના ખાનગી જીવન અને તેમના પ્રજનન અધિકારો સાથે જોડાયેલો છે, તેથી તેની બંધારણીય તપાસ થવી જરૂૂરી છે.
જોકે, આ મામલે અરજદારના વકીલે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારને નાગરિકોના વ્યક્તિગત જીવન અને પ્રજનન વિકલ્પોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. ઇન્ફર્ટિલિટી (વંધ્યત્વ) ની વ્યાખ્યા માત્ર પહેલું બાળક ન હોવા સુધી સીમિત નથી. સરરોગસી અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (અછઝ) એક્ટ બંને સેક્ધડરી ઇન્ફર્ટિલિટી ને પણ માન્યતા આપે છે, તેથી કાયદાની આ જોગવાઈ ગેરબંધારણીય છે સુપ્રીમ કોર્ટે આ મામલાને વિસ્તૃત સુનાવણી માટે સ્વીકારી લીધો છે અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટનો આ નિર્ણય ભવિષ્યમાં સરોગસી કાયદાના સ્વરૂૂપ પર મોટો પ્રભાવ પાડી શકે છે.