દેશભરમાં સ્લીપર બસો પર લાગશે પ્રતિબંધ ?
સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરતી બસોને રસ્તા પરથી હટાવવા NHRCના નિર્દેશો
સ્લીપર બસો હવે રસ્તાઓ પર દોડતી નહીં દેખાય અથવા બહુ ઓછી જોવા મળશે, કારણ કે માનવાધિકાર આયોગે તે બસોને રસ્તાઓ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે, જે સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. સ્લીપર બસોના અકસ્માતોનો ભોગ બનવા અને અકસ્માતમાં લોકોના મૃત્યુના મામલાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ પ્રિયંક કાનૂન્ગોએ સ્લીપર બસો અંગે નિર્દેશો જારી કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરતી તમામ સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દે. આયોગે આ નિર્ણય સ્લીપર બસોના અકસ્માતો અને અકસ્માતોમાં લોકોના મૃત્યુના મામલાઓને ધ્યાનમાં રાખીને લીધો છે.
ભારતમાં સ્લીપર બસો ખાસ કરીને રાત્રે લાંબી મુસાફરી કરવા માટે બુક કરવામાં આવે છે, પરંતુ ઓવરલોડિંગ, ખરાબ જાળવણી, વધુ ઝડપ અને સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે સ્લીપર બસો અવારનવાર અકસ્માતોનો ભોગ બને છે.
સ્લીપર બસોમાં બેદરકારી અને અવગણનાને કારણે થતા અકસ્માતોમાં લોકોનું મૃત્યુ થવું એ ભારતીય બંધારણના અનુચ્છેદ-21 (જીવનનો અધિકાર)નું ઉલ્લંઘન છે. આ વર્ષે થયેલા ઘણા સ્લીપર બસ અકસ્માતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) દ્વારા આ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
વર્ષ 2025માં સ્લીપર બસ અકસ્માતોમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને તેનું કારણ સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન હોવાનું જણાયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે પણ વર્ષ 2024માં અઈંજ-118 માપદંડ લાગુ કર્યા હતા, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.