For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેને ન્યાય આપી શકીશ કે નહીં?

10:43 AM Mar 03, 2025 IST | Bhumika
હાલ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેને ન્યાય આપી શકીશ કે નહીં

Advertisement

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષના થઈ ગયા છે છતાં હજુ પણ ઘણા એક્ટિવ થઈને કામ કરી રહ્યા છે. પરંતુ તેમની વધતી ઉંમર સાથે અમુક તકલીફનો સામો કરવો પડી રહયો છે. જેણે લઈને બિગ બીએ ચિંતા વ્યક્ત કરી છે . આ વિશે તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું છે. તેમને હવે એ ચિંતા પણ થઈ રહી છે કે હાલ તેઓ જે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે તેને ન્યાય આપી શકશે કે નહિ?

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં આ વાત વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેઓ હવે ક્યારેક ક્યારેક લાઇન બોલતા બોલતા ભૂલી જાય અને ભૂલ કરી બેસે છે અને પછી ડિરેક્ટર પાસે બીજી તક માંગે છે. 82 વર્ષીય અભિનેતાને અન્ય કઈ કઈ સમસ્યાઓ પડી રહી છે તેના વિશે પણ જણાવ્યું છે.

Advertisement

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આવનારા કામ માટે મીટિંગ્સ, મીટિંગ્સ અને મીટિંગ્સ... અને મોટો પડકાર તો એ છે કે કયો પ્રોજેક્ટ સ્વીકારું અને કયા પ્રોજેક્ટને પ્રેમથી ના પાંડુ. મુદ્દો એ છે કે છેલ્લે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તેની કાર્ય પ્રણાલી અને તેની સ્થિતિના વિષય પર ના કહેવી. મુદ્દો એ છે કે ચર્ચા આખરે ફિલ્મ તેની કામગીરી અને તેની સ્થિતિ પર સમાપ્ત થાય છે. અને હું આમાંથી કોઈ પણ વિશે વાત કરી શકતો નથી.

મારી ચિંતા હંમેશા એ રહી છે કે શું મને કામ મળી રહ્યું છે અને શું હું એ કામ સાથે બીઆય કરી શકીશ કે કામ કરી શકીશ? તે પછી એવું થાય છે જે ના સમજી શકાય તેટલું ધૂંધળું છે.. પ્રોડક્શન, કોસ્ટ, માર્કેટિંગ અને બીજું ઘણું બધુ.. આ બધુ એટલું ઝાંખું છે કે તે સમજી શકાતું નથી.અને જેમ-જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ માત્ર લાઇન્સ યાદ રાખવામાં તકલીફ આવી છે એટલું જ નહીં પરંતુ ઉંમરને લગતી ઘણી એવી વસ્તુઓ છે જેનું પાલન કરવા માટે સક્ષમ હોવું જરૂૂરી છે. અને જ્યારે તમે ઘરે આવો તો અહેસાસ થાય છે કે તમે ઘણી બધી ભૂલ કરી છે અને હવે તેને કેવી રીતે સુધારી શકાય.. પછી અડધી રાતે જ ડિરેક્ટરને ફોન કરીને કહું છું કે મને ભૂલ સુધારવાની એક તક બીજી આપો.

Advertisement
Tags :
Advertisement
Advertisement