For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી: દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો

06:25 PM Nov 15, 2025 IST | admin
ફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી  દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો

ફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ માટે હકદાર નથી તેવો ચુકાદો આપતા દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ એક એડિશનલ સેન્સ જજના આ આદેશને રદ્દ કર્યો. કોર્ટે પત્નીને તેના નવા ફ્લેટના EMI માટે માસિક રૂૂ. 20,000 ભાડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે મૂળભૂત આધાર (આશ્રયની જરૂૂરિયાત) જેના પર ભરણપોષણ આપવામાં આવ્યું હતું તે મિલકતના સંપાદન સાથે અસ્તિત્વમાં નથી.

Advertisement

આ કપલના લગ્ન 15 મે 2013ના રોજ થયા હતા. તેમજ આ કપલને એક બાળક પણ છે. તેઓ 2021થી અલગ રહે છે. પત્નીએ ડીવી.એક્ટની કલમ 12 હેઠળ અરજી દાખલ કરી હતી. 16 નવેમ્બર 2011ના આ આદેશ દ્વારા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે વચગાળાની રાહત આપતી વખતે, કોર્ટે પતિને વૈકલ્પિક રહેઠાણ માટે પત્નીને દર મહિને 20,000 રૂૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

ત્યારબાદ પતિએ ડીવી એક્ટની કલમ 25 હેઠળ આ આદેશમાં સંશોધન માટે આવેદન દાખલ કર્યું હતુ. પતિએ દલલી કરી હતી કે, પત્નીએ એપ્રિલ 2024માં એક મકાન ખરીદ્યું હતુ. તે એક સરકારી કર્મચારી હોવાને કારણે તેને ઘર ભાડું ભથ્થું (HRA) પણ મળતું હતું.

Advertisement

22 જૂનના રોજ, એમએમએ પત્નીને મેટ્રિમોનિયલ હાઉસનો પોતાનો ભાગ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો, એમ માનીને કે તેમણે પોતાનો ફ્લેટ ખરીદ્યો છે. બંન્ને પક્ષોના આ આદેશ વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરવામાં આવી હતી.
31 જાન્યુઆરીના વિવાદિત આદેશમાં એએસજેએ જોયું કે, પત્નીએ ફ્લેટ ખરીદ્યો છે પરંતુ તેને પ્રતિ મહિને ઈએમઆઈ ચુકવવું પડે છે. આ એએસજીએ આદેશ આપ્યો કે, 20,000 રુપિયા જે પહેલા ભાડા માટે આપવામાં આવતા હતા. તે EMI ની ચુકવણી માટે એડજસ્ટ કરી શકાય છે.

એક મુખ્ય અવલોકનમાં, કોર્ટે ઠરાવ્યું: જે મૂળભૂત આધાર પર ભરણપોષણ આપવામાં આવ્યું હતું તે મિલકતના સંપાદન સાથે બંધ થઈ ગયું છે. આવી ચૂકવણી ચાલુ રાખવા થી પ્રતિવાદીને અનુચિત લાભ મળશે, જે DV કાયદા હેઠળ વચગાળાની રાહતના હેતુની વિરુદ્ધ છે.

હાઇકોર્ટે 31.01.2025 ના રોજના વાંધાજનક આદેશને રદ કર્યો અને નિર્દેશ આપ્યો કે પ્રતિવાદી નંબર 2 (પત્ની) મે, 2024 થી ભાડા તરીકે દર મહિને રૂૂ. 20,000/- ની રકમ મેળવવા માટે હકદાર રહેશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement