જથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએ
ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ઘટીને 2.05 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 2.4 ટકા હતો, સરકાર દ્વારા 15 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર. ઉત્પાદિત વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવાનો દર, જે WPIનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, તે અગાઉના મહિનાના 2.9 ટકાની સરખામણીએ 3.1 ટકા હતો. જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ ફુગાવાના દરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, જાન્યુઆરીનો WPI 2.31 ટકાથી સુધારીને 2.51 ટકા કરવામાં આવ્યો છે.
ઘટતી ફુગાવાની સાથે વૃદ્ધિમાં મંદીની શક્યતાને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ તેની એપ્રિલની બેઠકમાં સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
આ સાથે આરબીઆઈનો પોલિસી રેટ હવે ઘટીને 6 ટકા થઈ ગયો છે, જ્યારે વર્ષની શરૂૂઆતમાં તે 6.5 ટકા હતો.
માર્ચમાં ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં 5.94 ટકાથી ઘટીને 4.66 ટકા થયો હતો. તે જ સમયે, ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં -0.71 ટકાથી વધીને 0.20 ટકા થયો છે.
જ્યારે પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં 2.81 ટકાથી ઘટીને 0.76 ટકા થયો છે. ઉત્પાદિત વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવાનો દર ગયા મહિને 2.9 ટકાની સરખામણીએ 3.1 ટકા રહ્યો.